Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

દિલ્હીમાં કોરોના બેફામ : 24 કલાકમાં નવા 6,608 કેસ નોંધાયા : 118 લોકોના મોત : 8,775 દર્દીઓ સાજા થયા

દિલ્હીમાં 5,17,238 લોકો કોરોનાથી સંક્રમિત થયા:4,68,143 દર્દીઓ સાજા થયા: કુલ મૃત્યુઆંક 8,159 થયો: 40,936 એક્ટિવ કેસ

 

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 6,608 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં 118 દર્દીના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 8,159 થઈ ગઇ છે.

દિલ્હીમાં આ સમયે 40,936 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિત થયેલા દર્દીઓની સરખામણીએ સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે છે. આ દરમિયાન 8,775 દર્દીઓ સાજા થયા છે અને આ રેકોર્ડેડ છે. આ પહેલા 20 જૂનના એક દવિસમાં સૌથી વધુ 7,725 દર્દીઓ સાજા થયા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં 62,425 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6,608 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દિલ્હીમાં 5,17,238 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 5,17,238 લોકોમાંથી 4,68,143 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે 40,936 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 118 વધુ લોકોના મોત થયા છે સાથે જ કુલ મૃતકની સંખ્યા 8,159 થઈ ગઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 118 દર્દીના મોત થયા અને એક દિવસમાં મોતનો બીજો સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 8,775 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે દર્દી સાજા થયા છે

(12:33 am IST)