Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોરોના વાયરસના ભયથી ગરોળીએ પહેર્યું માસ્ક : ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

નાક અને મોઢું ઢંકાય એ રીતે ગરોળીને પણ નાનું માસ્ક પહેરાવવામાં આવ્યું

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીના કાળમાં માણસને માસ્ક પહેરવા માટે ટપારવા પડે છે. હજું પણ કેટલાક લોકો માસ્ક પહેરતા નથી. માસ્ક ન પહેરવા સામે અનેક પ્રકારની બહાનાબાજી કરે છે. કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા હવે માણસ જ નહીં પણ પશુઓ પણ માસ્ક પહેરતા થઈ રહ્યા છે. કોરોનાના ભયથી હવે પ્રાણીઓ પણ ફફડી રહ્યા છે. પણ કેટલાક એવા પણ લોકો છે જે પોતે તો માસ્ક પહેરે છે અને પ્રાણીઓને પણ પહેરાવે છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે.

જેમાં એક વ્યક્તિ પોતાના ખભે એક ગરોળીને બેસાડીને જઈ રહ્યો છે. આ વ્યક્તિએ પણ માસ્ક પહેર્યું છે અને ગરોળીને પણ પહેરાવ્યું છે. આ તસવીર જોવામાં જેટલી મજા આવી રહી છે એટલા જ આ તસવીરના વખાણ થઈ રહ્યા છે. આ તસવીર અનેક લોકોને પસંદ પડી રહી છે. તસવીરમાં એક વ્યક્તિ ગરોળીને ખભે બેસાડીને એક રેસ્ટોરાંમાં ઊભો છે. એક જવાબદાર માલિક તરીકે તેણે પોતાની ગરોળીને પણ માસ્ક પહેરાવ્યું છે. નાક અને મોઢું ઢંકાય એ રીતે ગરોળીને પણ નાનું માસ્ક પહેરાવવામાં આવ્યું છે.

એક નાનકડા માસ્કમાં ગરોળી ક્યુટ લાગી રહી છે. એટલું જ નહીં ગરોળીને આ માસ્ક એકદમ કન્ફોર્ટેબલ છે. નાનો છોકરો પોતાની અને પાળીતા પશુની પણ સુરક્ષાને લઈને સાવચેત છે. આમ તે પણ સુરક્ષિત રહે છે અને ગરોળીને પણ રાખી રહ્યો છે. માસ્કવાળી ગરોળીનો આ ફોટો તા. 17 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. the ass slinging slasher l OF નામના ટ્વીટર પેજ પરથી આ ફોટો પોસ્ટ થયો હતો. આ ફોટાને અત્યાર સુધીમાં કુલ 4,59,000 લોકોએ લાઈક કર્યો છે. જ્યારે 66,000 હજાર વખત રી ટ્વીટ પણ કરવામાં આવ્યો છે. આ તસવીર પર અનેક યુઝર્સે અલગ અલગ રિએક્શન આપ્યા છે.

(10:38 am IST)