Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પોતાનો પતિ નપુસંક છે તેવો ખોટો આક્ષેપ કરવો તે બાબત માનસિક ક્રૂરતા સમાન છે : આવી પત્નીથી છૂટાછેડા માંગવાનો પતિને અધિકાર છે : આક્ષેપ ખોટો પુરવાર થયા પછી લગ્નજીવન ચાલુ રાખવા માંગતી પત્નીની અરજ ફગાવી દેતી દિલ્હી હાઇકોર્ટ

ન્યુદિલ્હી : પોતાનો પતિ નપુસંક છે તેવો  આક્ષેપ કર્યા પછી મેડિકલ તપાસમાં આ આક્ષેપ ખોટો પુરવાર થવાથી પતિએ આવી પત્ની સાથે છૂટાછેડા માગ્યા હતા.જે ફેમિલી કોર્ટએ માન્ય રાખ્યા હતા.

પરંતુ પત્નીએ ફેમિલી કોર્ટના નિર્ણયને ઉતાવળભર્યો તથા અન્યાયી ગણાવી હાઇકોર્ટમાં પોતાનું વૈવાહિક  જીવન ચાલુ રહે તે માટે દાદ  માંગી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન પતિ નોર્મલ હોવા છતાં તેને નપુસંક હોવાનો આક્ષેપ ખોટો પુરવાર થયો હોવાથી પત્ની વૈવાહિક જીવન ચાલુ રાખવા માંગતી હતી તે બાબત અમાન્ય રાખી હતી તથા પતિની છૂટાછેડાની માંગણી મંજુર રાખી હતી. તથા ફેમિલી કોર્ટના ચુકાદાને વ્યાજબી ગણાવ્યો હતો.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે પતિ ઉપર નપુસંક હોવાનો ખોટો આક્ષેપ કરવો તે બાબત હિન્દૂ મેરેજ એક્ટ મુજબ ક્રૂરતા સમાન છે.કોઈપણ નોર્મલ  પુરુષ આવો  આક્ષેપ સહન કરી શકે નહીં . તેથી પતિ નપુસંક હોવાનું લેખિતમાં જણાવ્યા પછી તેમાં ફેરફાર કરી લગ્ન જીવન ચાલુ રાખવા દેવાની માંગણી માન્ય રાખી શકાય નહીં .આથી પતિ છૂટાછેડા માંગવાનો હક્કદાર બને છે.તેવો ચુકાદો આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:42 pm IST)