Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બોલિવૂડમાં ડ્રગ્સના તાર હવે પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ સુધી પહોંચ્યાઃ NCB ભારતીના ઘરે દરોડા

મુંબઇ,તા. ર૦ : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો છે જે બાદ નાર્કોટિકસ બ્યુરો દ્વારા સતત એકશન લેવામાં આવી રહ્યો છે. બોલિવૂડના મોટા મોટા કલાકારો આ કેસમાં સામે આવી ચુકયા છે અને કેટલાકના ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા છે

શનિવારે પ્રખ્યાત હાસ્યકલાકાર ભારતી સિંહના દ્યરે NCB  રેડ કરી અને અત્યાર સુધીની જાણકારી અનુસાર દ્યણા બધા અહેવાલોમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે દ્યરમાંથી ડ્રગ્સ પણ મળી આવ્યું છે જોકે હજુ સુધી કોઈ આધિકારિક જાણકારી આપવામાં આવી નથી.  

ભારતી સિંહ અને તેના પતિને NCB સમન્સ મોકલ્યું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે સમયે ભારતીના દ્યરે છાપો મારવામાં આવ્યો ત્યારે ભારતી અને તેનો પતિ દ્યરમાં જ હતા

ભારતી અને તેના પતિની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને હવે આગામી સમયમાં કયારે ભારતી સિંહ અને તેમના પતિ NCB સામે હાજર થાય છે.

(3:29 pm IST)