Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ટેક્સ ચોરોને કારણે ભારતને વર્ષે ૭૦૦૦૦ કરોડનું નુકશાન

કોર્પોરેટ કંપનીઓ અને પ્રાઈવેટ ટેક્સ ચોરી

નવી દિલ્હી, તા.૨૧ : આંતરરાષ્ટ્રીય સ્તરે કોર્પોરેટ કંપનીઓ દ્વારા કર ચૂકવવામાં આડોડાઇ અને પ્રાઇવેટ ટેક્સ ચોરીનાં કારણે વિશ્વના દેશો દર વર્ષે ૪૨૭ બિલિયન ડોલરની કર આવક ગુમાવે છે. આમાંથી ભારત પણ બાકાત નથી. ભારતે દર વર્ષે ૧૦. બિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજિત રૂપિયા ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ટેક્સની આવક ગુમાવવી પડે છે. સંવતંત્ર રીતે રિસર્ચ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ટેક્સ જસ્ટિસ નેટવર્કના અહેવાલ અનુસાર ટેક્સ હેવન દેશોનાં કારણે વિશ્વના દેશોને વાર્ષિક ૪૨૭ બિલિયન ડોલરનું આવક ગુમાવવી પડે છે. મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કરાતી ઘાલમેલના કારણે ૨૪૫ બિલિયન ડોલર અને પ્રાઇવેટ ટેક્સ ચોરીનાં કારણે ૧૮૨ બિલિયન ડોલરની આવક ગુમાવવી પડે છે. મલ્ટિનેશનલ કંપનીઓ તેમના નફાના .૩૮ ટ્રિલિયન ડોલર ટેક્સ હેવન દેશોમાં ટ્રાન્સફર કરીને જે તે દેશને ઓછો ટેક્સ ચૂકવે છે. ટેક્સ હેવન દેશોમાં નજીવો કોર્પોરેટ ટેક્સ અથવા તો શૂન્ય ટેક્સ લાગે છે. પ્રાઇવેટ ટેક્સ ચોરો ટેક્સ હેવન દેશોમાં સંપત્તિઓ ઊભી કરીને ૧૦ ટ્રિલિયન ડોલરની આવક છુપાવે છે.

કયા ટેક્સ હેવન દેશનાં કારણે વિશ્વના દેશોને કેટલું નુકસાન

૭૦.૪૪ બિલિયન ડોલર

કેમેન આઇલેન્ડ,

૪૨.૪૬ બિલિયન ડોલર

યુનાઇટેડ કિંગ્ડમ

૩૬.૩૭ બિલિયન ડોલર

નેધરલેન્ડ

૨૭.૬૦ બિલિયન ડોલર

લક્ઝમબર્ગ

૨૩.૬૩ બિલિયન ડોલર

અમેરિકા

૨૧.૦૪ બિલિયન ડોલર

હોંગકોંગ

૨૦.૦૪ બિલિયન ડોલર

ચીન

૧૬.૨૯ બિલિ. ડોલર

બ્રિટિશ વર્જિન આઇલેન્ડ

૧૫.૮૩ બિલિયન ડોલર

આયર્લેન્ડ

૧૪.૬૩ બિલિયન ડોલર

સિંગાપોર

૧૩.૮૪ બિલિયન ડોલર

બર્મુડા

૧૨.૮૪ બિલિયન ડોલર

સ્વિત્ઝર્લેન્ડ

.૧૭ બિલિયન ડોલર

પ્યુટોરિકો

.૯૧ બિલિયન ડોલર

ન્યુજર્સી.

ભારતને ટેક્સની આવકમાં થતું નુકસાન

૧૦. બિલિયન ડોલર

વાર્ષિક ટેક્સમાં નુકસાન

૧૦.૧૧ બિલિયન ડોલર

એમએનસી દ્વારા કરાતી ટેક્સચોરી

.૨૦ બિલિયન ડોલર

પ્રાઇવેટ ટેક્સ ઇવેઝન.

(7:39 pm IST)