Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ફ્રાંસમાં ફરી દેશવ્યાપી કર્ફયુ : યુએસમાં ૨.૫ કરોડથી વધુ દર્દી

વિશ્વમાં કોરોના સંક્રમિતોની ૯ કરોડ ૭૪ લાખથી પાર

વોશિંગ્ટન તા. ૨૨ : વિશ્વભરમાં સ્વસ્થ થતાં સંક્રમિતોની સંખ્યા સાત કરોડને આંબી છે. ફ્રાંસમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬,૭૮૪ દર્દી મળ્યા બાદ દેશવ્યાપી કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ કોરોનાથી સર્વાધિક પ્રભાવિત અમેરિકામાં બીજા નંબર પર રહેલા ભારતથી બે ગણા વધુ દર્દી મળી ચુકયા છે.

ફ્રાંસમાં છેલ્લા બે મહિનામાં સૌથી વધુ દર્દી નોંધાયા છે તે પહેલા ૨૮ નવેમ્બરે દેશમાં ૨૮,૩૯૩ કેસ મળ્યા હતા ત્યાં અત્યાર સુધીમાં ૩૧૦ના મોત થયા છે.

જો કે કર્ફયુના પરિણામો આવ્યા બાદ તેને હવે આવતા આદેશ સુધી લાગુ કરવામાં આવશે. સાથે જ ફ્રાંસથી આવવા માટે ગૈર યુરોપીય યાત્રીઓ માટે ૭૨ કલાકની અંદર થયેલા કોરોના ટેસ્ટની નેગેટીવ રીપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવી છે ત્યાં પહોંચ્યા બાદ તેને સાત દિવસ કોરોન્ટાઇન રહેવું પડશે. ત્યારબાદ બીજીવાર ટેસ્ટ કરવામાં આવશે. વિશ્વમાં અત્યાર સુધીમાં ૯ કરોડ ૭૪ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે તેમાંથી ૭ કરોડ ૧૫૭ લોકો સ્વસ્થ થયા છે.

(10:18 am IST)