Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સર્વોત્તમ "કાર્બન કેપ્ચર ટેકનીક" શોધી કાઢવા ૭૩૦ કરોડ રૂપિયાનું જંગી ઈનામ જાહેર કરતાં એલન મસ્ક

શ્રેષ્ઠ "કાર્બન કેપ્ચર ટેકનીક" ની શોધ જે કોઈ પણ કરે, તેના માટે ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્કે ૧૦૦ મિલિયન ડોલર (૭૩૦ કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કર્યું છે

એલોન મસ્ક એ ગુરુવારે એક ટ્વિટ દ્વારા કહ્યું કે તે શ્રેષ્ઠ કાર્બન કેપ્ચર ટેકનોલોજી માટેના ઇનામ માટે ૧૦૦ મિલિયન ડોલરનું દાન કરશે.

એલન મસ્ક કે જેમણે તાજેતરમાં એમેઝોનના જેફ બેઝોસને વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ તરીકે પાછળ રાખી દીધા હતા અને વિશ્વના નંબર વન ધનિક બન્યા, તેમણે ટવીટમાં કોઈ વધુ વિગતો પૂરી પાડી નથી અને ખેલ કે વધુ વિગતો આવતા અઠવાડિયે આવશે. 

જો કે આ યોજનાથી પરિચિત એક વ્યક્તિએ ટેકક્રંચ મેગેઝીનને કહ્યું છે કે આ વ્યવસ્થા ટેક્નિકલ  વિકાસ અને આધુનિકરણને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્પર્ધાઓનું આયોજન કરતી નફાકારક સંસ્થા એક્સપ્રીઝ ફાઉન્ડેશન સાથે જોડાયેલ હશે

(11:33 am IST)