Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ખેડૂત આંદોલનથી વેપારીઓને રૂ.50,000 કરોડનું નુકશાન : CAIT

દેશભરમાં લગભગ 1.25 કરોડ વેપારીઓ માર્કેટ યાર્ડમાં કાર્યરત : વેપારીઓ 4 કરોડથી વધુ લોકોને સીધો રોજગાર પૂરો પાડે છે

નવી દિલ્હી :છેલ્લા 57 દિવસથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ખેડૂતોના આંદોલનને કારણે વેપારીઓને લગભગ 50 હજાર કરોડનું નુકસાન વેઠવું તેવો દાવો વેપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા કરવામાં આવ્યો છે.કૈટે ચિંતા વ્યક્ત કરી છે કે તે સમયે જ્યારે કોરોના રોગચાળા બાદ વેપાર ઠીકઠાક આગળ વધી રહયો હતો તેવા સંજોગોમાં ખેડૂત આંદોલનથી નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

કૈટે જણાવ્યું હતું કે સરકારે દોઢ વર્ષ સુધી કાયદાઓ મુલતવી રાખવા તેમજ ખેડૂતો સાથે એક સંયુક્ત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે તે એકદમ ન્યાયી અને વાજબી છે. તેથી હવે ખેડૂતોએ લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ દરખાસ્તને સ્વીકારવી જોઈએ અને પોતાનું આંદોલન પાછું ખેંચવું જોઈએ.જો ખેડૂતો હજી પણ સરકારની દરખાસ્તને સ્વીકારશે નહીં તો તે માની લેવામાં આવશે કે તેઓને સમાધાનમાં રસ નથી અને કેટલીક વિભાજનકારી શક્તિઓ સમસ્યા સર્જવા માટે ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે.

ભરતીયા અને ખંડેલવાલે કહ્યું કે કૃષિ કાયદા એકલા ખેડુતો સાથે જોડાયેલા નથી. દેશભરમાં લગભગ 1.25 કરોડ વેપારીઓ માર્કેટ યાર્ડમાં કામ કરે છે અને આ વેપારીઓ ખેડુતોને તેમના પાકને વેચવાની સવલત જ નહીં પરંતુ તેમની જરૂરિયાત મુજબ ઘણી રીતે મદદ કરે છે. આ વેપારીઓ 4 કરોડથી વધુ લોકોને સીધો રોજગાર પૂરો પાડે છે.કૈટે સરકારને અપીલ કરી છે કે તેઓ સૂચિત સંયુક્ત સમિતિમાં વેપારીઓનો પણ સમાવેશ કરે

(1:37 pm IST)