Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

કરોડોની આંતરરાષ્ટ્રા ઓઇલ ચોરી કરનાર સંદીપ ગુપ્તાની મુંબઇ એરપોર્ટથી ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

નવી દિલ્હી :  દેશના અલગ અલગ રાજ્યોમાં અગાઉ ૧૪ જેટલા ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડી અંદાજીત રૂ. 300 કરોડની ઓઇલ ચોરી કરનાર આરોપી સદીપ ગુપ્તાની ગુજરાત એ.ટી.એસ. કંદરા મુંબઈ એરપોર્ટ પર દુબઇથી પરત આવતા ધરપકડ કરવામાં આવેલ છે.

 આરોપી અગાઉ રાજસ્થાનના આબુ રોડ, બરહેડ, બ્યાવર ,હરિયાણા,કોલકાતા વિગેરે ૧૪ જેટલી જગ્યાએ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરતા પકડાયેલ છે.

 ગુજરાત એ.ટી.એસ.ને મળેલ બાતમી આધારે spg મોરબી દ્વારા જુલાઇ ૨૦૨૦માં ઓઇલ પંચર શોધી કાઢેલ. ઉપરોક્ત ગુન્હામાં સંદીપ ગુપ્તા વોન્ટેડ હતો. હાલમાં ખેડાના વડાલા  પાટીયા પાસે થયેલ ઓઇલ ચોરી પણ ઉપરોક્ત આરોપીએ કબુલેલ છે. તે ઉપરાંત રાજસ્થાનના બ્યાવર, બર, પશ્ચિમ બંગાળમાં કોલકાતા તથા વર્ધમાનનગર, બિહારના જમુઇ. તથા રોહતક, ગોહાના. ચિત્તોડગઢ઼ ખાતે ના વિવિધ ઓઇલ ચેરીના ગુન્હામાં આ આરોપી  સંદીપ ગુપ્તા વોંટેડ છે.

પ્રાથમીક પુછપરછમાં જાણવા મળેલ કે  પકડાયેલ આરોપી સંદિપ ગુપ્તા ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરતા અગાઉ જ્યાંથી પાઇપલાઇન પસાર થતી હોય તેનાથી 300-100 મીટર દૂર સુધી આ પાઈપલાઈનમાં પંચર કરી પાઇપ એક્ષટૅડ કરતો હતો અને આવી જગ્યા પર ફેક્ટરી બનાવી ત્યાં ટૅકરોમાં કુડ ઓઇલ ભરી તેની હેરા ફેરી કરતો હતો. આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે.

(7:20 pm IST)