Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડાપ્રધાન મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સમજૂતિ

બંને નેતાઓ સંપર્કમાં રહેવાનું અને બધા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં તેજી લાવવા સહમત

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદીએ  દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે ટેલિફોનિક વાતચીત કરી. દરમિયાન બંને નેતાઓએ કોવિડ-19 મહામારીથી લઇને પ્રમુખ વૈશ્વિક ગતિવિધિઓ પર ચર્ચા કરી. પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ બધા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં તેજી લાવવા માટે સહમતિ દર્શાવી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે બંને નેતાઓએ કોવિડ-19 મહામારી સામેની લડાઇની પ્રગત, આંતરરાષ્ટ્રીય મૂલ્ય શ્રૃંખલાઓમાં ચાલી રહેલા વિવિધીકરણ, એક પારદર્શી, વિકાસોન્મુખી અને નિયમો પર આધારિત વૈશ્વિક વેપારની વ્યવસ્થાને બનાવી રાખવાની જરૂરિયાત અને વિશ્વ વેપાર સંગઠનની મહત્વ ભૂમિકા સહિત પ્રમુખ વૈશ્વિક ગતિવિધિઓ પર ચર્ચા કરી.

પીએમઓ કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ મુદ્દા પર સંપર્કમાં રહેવાનું અને બધા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં તેજી લાવવા સહમત થયા છે.

(12:49 am IST)
  • મુંબઈના નાગપાડા વિસ્તારમાં આવેલ મોલમાં ભીષણ આગ ભભૂકી : ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ પહોંચી :ફાયર બ્રિગેડ વિભાગે આગને લઈને લેવલ-3 સ્તર બતાવી : હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી : ફાયર ફાયટરો દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ ચાલુ access_time 12:51 am IST

  • બિહાર ચૂંટણી : કોરોના ટીકા વિના મુલ્યે મૂકી આપવાના ભાજપના ચૂંટણી ઢંઢેરા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ : કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા કરાયેલી આ જાહેરાત સત્તાના દુરુપયોગ સમાન : સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદ access_time 6:10 pm IST

  • તમામ વિદેશીઓને ભારત આવવાની છૂટ :ટુરીસ્ટને બાદ કરતાં તમામ વિદેશી નાગરીકોને ભારત આવવાની છૂટ :મોદી સરકારે વિઝા ઉપરના પ્રતિબંધો હટાવી લીધા :અનલોક-૫ હેઠળ સરકારે લીધેલો મહત્વનો નિર્ણય access_time 2:32 pm IST