Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વડાપ્રધાન મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સમજૂતિ

બંને નેતાઓ સંપર્કમાં રહેવાનું અને બધા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં તેજી લાવવા સહમત

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદીએ  દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે ટેલિફોનિક વાતચીત કરી. દરમિયાન બંને નેતાઓએ કોવિડ-19 મહામારીથી લઇને પ્રમુખ વૈશ્વિક ગતિવિધિઓ પર ચર્ચા કરી. પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ બધા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં તેજી લાવવા માટે સહમતિ દર્શાવી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે બંને નેતાઓએ કોવિડ-19 મહામારી સામેની લડાઇની પ્રગત, આંતરરાષ્ટ્રીય મૂલ્ય શ્રૃંખલાઓમાં ચાલી રહેલા વિવિધીકરણ, એક પારદર્શી, વિકાસોન્મુખી અને નિયમો પર આધારિત વૈશ્વિક વેપારની વ્યવસ્થાને બનાવી રાખવાની જરૂરિયાત અને વિશ્વ વેપાર સંગઠનની મહત્વ ભૂમિકા સહિત પ્રમુખ વૈશ્વિક ગતિવિધિઓ પર ચર્ચા કરી.

પીએમઓ કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ મુદ્દા પર સંપર્કમાં રહેવાનું અને બધા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં તેજી લાવવા સહમત થયા છે.

(12:39 am IST)