Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ભારતીય સેના વધુ તાકતવર બનશે

પોખરણમાં ''નાગ'' મિસાઇલનું સફળ પરિક્ષણ

જોધપુર,તા.૨૨ : ભારતે ગુરુવારે વધુ એક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડિફેંસ રિસર્ચ એન્ડ ડિઝાઈન ઓર્ગેનાઈઝેશન તરફથી ડેવલપ કરવામાં આવેલી એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ નાગનુંે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરાયું હતું. સવારે ૬.૪૫ વાગ્યે મિસાઈલને પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેંજથી દાગવામાં આવી હતી. મિસાઈલને એક વોરહેડ સાથે ટેસ્ટ કરવામાં આવી અને ગુરુવારે તેનું ફાઈનલ ટ્રાયલ હતું. જે બાદ હવે મિસાઈલ સંપૂર્ણપણે સેનામાં સામેલ થવા માટે તૈયાર છે.

સૂત્રો મુજબ એટીજીએમ મિસાઈલ એટીજીએમ નાગ મિસાઈલે બે અલગ અલગ રેન્જ અને વિવિધ પરિસ્થિતિઓમાં પોતાના ટાર્ગેટને ભેદવામાં સફળતા હાંસલ કરી છે. આ સફળ પરીક્ષણ સાથે જ હવે નાગ મિસાઈલને સેનામાં સામેલ કરવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. સાબિત થઈ ગયું કે એટીજીએમથી સંબંધિત આ ટેકનોલોજી અલગ અલગ હાલતમાં પણ ટાર્ગેટને હિટ કરવામાં સક્ષમ છે.

 મિસાઈલ દાગ્યા બાદ રોકવી અશકય.

 નાગ મિસાઈલનું વજન ૪૨ કિલોગ્રામ છે

 નાગ મિસાઈલ ૮ કિલોગ્રામ વિસ્ફોટક સાથે ચારથી પાંચ કિમીના લક્ષ્યને આસાનીથી ભેદી શકે છે.

 મિસાઈલની ગતિ ૨૩૦ કિમી પ્રતિ સેકંડ છે.

 લોન્ચિંગના તરત બાદ ધુવાડો નથી નીકળતો અને આ કારણે દુશ્મનને તરત ખબર નથી પડતી.

 નાગ મિસાઈલને ૧૦ વર્ષ સુધી કોઈપણ પ્રકારના મેન્ટેઈનન્સ વિના ઉપયોગમાં લઈ શકાય છે.

(10:37 am IST)