Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મર્સિડિઝના માલિકે ૦૦૦૧ નંબર માટે ૧૦ લાખ ખર્ચ્યા

ફેન્સી નંબરની માંગ સૌથી વધારે રાજકારણી, ફિલ્મ સ્ટાર અને રિયલ એસ્ટેટના લોકોમાં હોય છે

બેંગલુરૂ,તા. ૨૨:  કર્ણાટક પરિવહન વિભાગના ઈતિહાસમાં પહેલી વખત ફેન્સી નંબર (KA-01-MV-0001) નંબર માટે ૧૦ લાખ રૂપિયાની બોલી લગાવાવમાં આવી છે.

સોમવારે પરિવહન વિભાગ દ્વારા હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના રહેવાસી ગુલામ મસ્તપાએ પોતાની મર્સિડિઝ બેન્ઝ માટે આ ફેન્સી નંબર (૦૦૦૧) ૧૦ લાખ રૂપિયામાં બોલી લગાવીને મેળવ્યો હતો. આ બોલીમાં ૭૫ હજાર રૂપિયાની ડીપોઝિટનો પણ સમાવેશ કરવામાં આવેલો છે જે નોન રિફન્ડેબલ હોય છે.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું છે કે, 'કોરામંગલ માટે અમે KA-01-MV સીરીઝ માટે આ હરાજીનું આયોજન કર્યું હતું. આટલી મોટી બોલી લાગી તે દર્શાવે છે કે હાલના આર્થિક કટોકટીના સમયમાં પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય બની રહી છે.'

આ ઉપરાંત હરાજીમાં વધુ બોલી લગાવનારાઓમાં ભરત કુમાર રેડ્ડી કે જેમણે ૩.૪ લાખ રૂપિયામાં ૯૯૯૯ નંબર મેળવ્યો જયારે જે ક્રિષ્ના રેડ્ડીએ ૩ લાખ રૂપિયામાં ૦૦૦૯ નંબર અને ચંદન રેડ્ડીએ ૧.૩ લાખ રૂપિયામાં ૦૯૯૯ નંબર મેળવ્યો છે. પરિવહન વિભાગને આ હરાજીમાં ૧૫ સફળ બિડરો પાસેથી ૨૯.૫ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી. ફેન્સી નબંરની માંગ સૌથી વધારે રાજકારણી, ફિલ્મ સ્ટાર અને રિયલ એસ્ટેટના લોકો પોતાની લકઝરી કાર માટે લગાવે છે.

(11:29 am IST)