Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

NEET ૨૦૨૦

૬૦૦ માર્કની આશા રાખનાર વિદ્યાર્થિનીને મળ્યા ૦ માર્કઃ પહોંચી હાઇકોર્ટ

મુંબઇ,તા. ૨૨: ભારતમાં મેડિકલના ઓલ ઈન્ડિયા પ્રવેશ માટે સરકાર દ્વારા NEET પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, હાલમાં જ સરકાર દ્વારા કોરોના કાળ છતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જોખમ ખેડીને પણ આ પરીક્ષા લેવામાં આવી હતી જો કે આ પરીક્ષાને લઈને હાલમાં એક એવી ઘટના બની છે કે આ પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

NEET પરીક્ષાની મૂલ્યાંકન પ્રણાલી અંગે એક વિદ્યાર્થીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. NEET પરિણામમાં શૂન્ય માર્ક મેળવ્યા પછી, વિદ્યાર્થિનીએ પરીક્ષા મૂલ્યાંકન પ્રણાલીમાં ઘણી ભૂલો દર્શાવીને બોમ્બે હાઇકોર્ટ માં અરજી કરી હતી. અરજીમાં વિદ્યાર્થિનીએ કહ્યું કે તેને NEET પરીક્ષાના પરિણામોમાં ૭૨૦ માંથી ઓછામાં ઓછા ૬૦૦ માર્ક મેળવવાની આશા રાખી હતી, પરંતુ તે તેનું પરિણામ જોઈને આશ્યર્યચકિત થઈ ગઈ હતી.

અદાલતમાં વિદ્યાર્થીનીની તરફેણમાં એડવોકેટ અશ્વિન દેશપાંડેએ જણાવ્યું હતું કે, બારમા ધોરણની પરીક્ષામાં આ વિદ્યાર્થિનીને ૮૧.૮૫ ટકા માર્કસ આવ્યા હતા. વિદ્યાર્થિનીએ NEET માં ઓછામાં ઓછા ૬૦૦ માર્ક મેળવવાની આશા રાખી હતી. વિદ્યાર્થિની OMR શીટ પણ NTA દ્વારા અપલોડ કરવામાં આવી નથી. તેને ૭૨૦ માંથી શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. ઓનલાઇન મૂલ્યાંકન પ્રણાલીમાં ચોક્કસપણે ભૂલો છે.

કોર્ટે NEET પરીક્ષા લેતી સંસ્થા, NTA ને કહ્યું છે કે વિદ્યાર્થિનીની OMR શીટ અપલોડ થઈ છે કે નહીં, તે આગામી સુનાવણી સુધી સ્પષ્ટ કરે. જોકે, આ પ્રકારની આ ઘટના પહેલીવારની નથી, NEET પરીક્ષાના પરિણામમાં આ પહેલા પણ ભૂલો જોવા મળી છે. બીજા એક કિસ્સામાં, NEET માં ફેલ થયેલો એક વિદ્યાર્થી માર્કશીટ સુધર્યા બાદ ST કેટેગરીમાં ઓલ ઈન્ડિયા ટોપર બન્યો હતો.

(11:29 am IST)