Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સીપીઆઇ (માઓવાદી)ને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી વાર્ષિક ૩ કરોડ મળે છે

એલ્ગાર પરિષદ સામે એનઆઇએની ચાર્જશીટમાં ગંભીર આરોપઃ પ્રતિબંધિત માઓવાદી સંસ્થા આદિવાસીઓ, કોન્ટ્રાકટરો અને ગામવાસીઓ પાસેથી ટેકસ વસૂલે છે

મુંબઇ,તા. ૨૨: એલ્ગાર પરિષદ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એનઆઇએ)ની ૧૦,૦૦૦ પાનાંની ચાર્જશીટમાં પ્રતિબંધિત પાનાંની ચાર્જશીટમાં પ્રતિબંધિત સીપીઆઇ (માઓવાદી)ને મળતા નાણા, તાલીમ અને ભરતી વિશે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આરોપો સાક્ષીઓના નિવેદનોના આધારે ઘડાયા છે.

એક સાક્ષીના જણાવ્યા મુજબ સંસ્થાના સભ્યે તેદુંઆના પાનની એક બેગના રૂ. ૩૫૦ વસુલે છે. એક બેગમાં લગભગ ૧,૦૦૦ પાઉચ હોય છે. આ રકમ ટેકસ તરીકે આદિવાસીઓ, કોન્ટ્રાકટરો રોડ કોન્ટ્રાકટરો પાસેથી વસુલવામાં આવે છે. ઉપરાંત આદિવાસી ગ્રામ્યજનો દાન તરીકે પણ દર વર્ષે અમુક રકમ આ માઓવાદી સંસ્થાને આપે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિસ્તારમાંથી આ સંસ્થાને લગભગ અઢીથી ત્રણ કરોડ રૂપિયા દર વર્ષે મળે છે. આ રકમ માઓવાદી ગતિવિધિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાક્ષીનું આ નિવેદન ચાર્જશીટનો હિસ્સો છે.

અન્ય સાક્ષીએ જણાવ્યું કે આ માઓવાદી સંસ્થા તેંદુ પતા અને બામ્બુ કોન્ટ્રાકટરો પાસેથી તેમજ રોડ કોન્ટ્રાકટરો પાસેથી તેમજ રોડ કોન્ટ્રાકટરો પાસેથી જંગલ ટેકસ વસુલે છે. ઉપરાંત નગરના દુકાનદારો પાસેથી પણ પાર્ટીને મદદ કરવાના નામે રકમ ઉઘરાવવામાં આવે છે. સાદીએ એમ પણ જણાવ્યું કે ગામવાસીઓને દર વર્ષે સ્વૈચ્છિક રીતે દાન આપવાનું જણાવવામાં આવે છે.  માઓવાદીઓ સરકારી દળો પાસેથી લૂટેલા શસ્ત્રો અને દારૂ ગોળો વાપરે છે. તેમજ ગેરકાયદે ખાણના વ્યવસાય માટે ઉપયોગ લેવાતા જિલેટીનનો બોમ્બ બનાવવા માટે ઉપયોગ કરે છે એવો પણ આરોપ ચાર્જશીટમાં કરાયો છે.

ચાર્જશીટમાં દાવો  કરાયો છે કે આ સંસ્થા મુંબઇ, પૂણે, અહમદનગર અને ગડચિરોલી સહિત મહારાષ્ટ્રના નવ જિલ્લા ગુજરાતના સુરત અને છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગણા, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ વગેરેમાં કાર્યરત છે.

(11:31 am IST)