Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

દિગ્ગજ નેતા અમિતભાઇ શાહનો જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા : 'ચાણકય'ના નામે જાણીતા નેતા આજે ૫૬ વર્ષના થયાઃ શુભેચ્છાઓનો ધોધ

નવી દિલ્હીઃકેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિતભાઇ શાહનો આજે જન્મદિવસ છે. અમિતભાઇ શાહની ચૂંટણી પ્રબંધન ક્ષમતાના કારણે તેમને 'ચાણકય'ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. ભાજપના ઈતિહાસમાં જયારથી અમિતભાઇ પાર્ટીની કમાન મળી છે તેમનો કાળ સ્વર્ણિમ રહ્યો છે. તેમનો જન્મ ૨૨ ઓકટોબર ૧૯૬૪ના રોજ મુંબઈમાં થયો હતો. ગૃહ મંત્રીના ખાસ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  તેમજ ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી  સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગૃહ મંત્રી અમિતભાઇ શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, અમિત  શાહજીને જન્મ દિવસની શુભેચ્છાઓ. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે, જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. બીજેપીમાં મજબૂતીમાં તેમનું યોગદાન પણ સ્મરણીય છે. ઈશ્વર તેમને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.

 જયારે ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે, જનપ્રિય રાજનેતા, અદ્બૂત સંગઠનકર્તા, કુશળ રણનીતિકાર, રાષ્ટ્રની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ મંત્રી આદરણીય અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. હું પ્રભુ શ્રી રામને આપના ઉત્ત્।મ સ્વાસ્થ્ય અને સુદીર્ધ જીવજ માટે પ્રાર્થના કરું છું.  રેલ મંત્રી પીયૂષ ગોયલે અમિત શાહને દીર્ધાયુ થવાની કામના કરી. તેઓએ ટ્વીટ કર્યું કે, અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા ગૃહ મંત્રી અમિત શાહજીને જન્મ દિવસની શુભકામનાઓ. ઘ્ખ્ખ્ તથા આર્ટિકલ ૩૭૦ હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ બીજેપી સંગઠન અને રાજયોમાં બીજેપી સરકારના વિસ્તારમાં આપનું અતુલનીય યોગદાન રહ્યું છે.

  કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ   ટ્વિટ કર્યું કે, દેશના ગૃહ મંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહજીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. તમે સ્વસ્થ અને દીધાર્યુ રહો, ઈશ્વરથી આ જ કામના કરું છું.

(11:41 am IST)
  • અજીત પવારને કોરોના વળગ્યો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને કોરોના વળગ્યો : તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે access_time 1:03 pm IST

  • ' દિલ્હીમાં રહેતો હોવા છતાં બંગાળની સાથે જ છું ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજરોજ કોલકાત્તામાં પૂજા પંડાલનું ઉદઘાટન કરશે : વિડિઓ કોન્ફરન્સ મારફત ઉદબોધન કરશે તથા પૂજા સમારોહમાં ભાગ લેશે access_time 12:32 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 77 લાખને પાર પહોંચ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 56,000 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 77,05,158 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,15,324 થયા : વધુ 79,342 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 68,71,898 રિકવર થયા : વધુ 703 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,16,653 થયો access_time 1:11 am IST