Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમિતભાઇ શાહમાં બાળપણથી ભારતીય સંસ્‍કૃતિના મુળ મનમાં વધારે મજબુત થઇ ગયા હતાઃ 13 વર્ષની ઉંમરે સરદાર પટેલની પુત્રીના પક્ષના દિવાલો ઉપર પોસ્‍ટરો પણ લગાવ્‍યા હતા

નવી દિલ્હી : ચાણક્યને ખૂબ જ બારીકાઇથી અભ્યાસ કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ રાજનીતિમાં કુશળ રણનીતિકાર સમજવામાં આવે છે. નરેન્દ્ર મોદી સાથે મળીને 2014માં ભાજપને પહેલા કેન્દ્ર, પછી ધીરે-ધીરે મોટા ભાગના રાજ્યોમાં ભાજપને સત્તામાં લાવવામાં તેમનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે. 2019માં જ્યારે પોતાના દમ પર પૂર્ણ બહુમત હાંસલ કરીને ભાજપ જ્યારે કેન્દ્રની સત્તામાં પરત આવ્યું તો મોદીએ શાહને પાર્ટીની જવાબદારીઓમાંથી મુક્ત કરી સરકારમાં શામેલ કરી લીધાં. નોંધનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ દેશનું સૌથી મુશ્કેલ અને મહત્વનું મંત્રાલય સંભાળે છે. બ્લૂમ્સમરી પ્રકાશનની અમિત શાહ ઔર બીજેપી કી યાત્રા માં શાહના શરૂઆતના દિવસોની તમામ વિગતો છે. એક વેપારી પરિવારમાંથી આવનાર અમિત શાહ રાજનીતિમાં આ ઊંચાઇએ કેવી રીતે પહોંચ્યાં? ત્યારે કેવી છે તેમની રાજનીતિક સફર તે અહીં જોઇશું

13 વર્ષની ઉંમરમાં ગલીએ ગલીએ પોસ્ટર લગાવતા

અમિત શાહનું શરૂઆતનું શિક્ષણ મહેસાણામાં થયું હતું. શાહના જીવન પર તેમના દાદાની છાપ સ્પષ્ટ દેખાય છે. એક વાર પોતાનું બાળપણ યાદ કરતાં શાહે કહ્યું હતું કે, તેમના દાદા નરમ રહેતા હતાં પરંતુ સવારે ચાર વાગ્યે ઉઠવું ફરજિયાત રહેતુ હતું. ભારતીય ડ્રેસમાં તે સવારે તૈયાર થઇને તેમને બેસવું પડતું હતું. તે જ સમયે, ભારતીય સંસ્કૃતિના મૂળ તેમના મનમાં વધારે મજબૂત થઇ ગયાં. અમિત શાહના પરદાદા અને દાદા માણસા રાજ્યનાં નગરશેઠ હતાં. બાળપણમાં જ તેમનું શિક્ષણ પરંપરાગત રૂપમાં આચાર્ય અને શાસ્ત્રી સાથે થયું હતું. અમિત શાહની ઉંમર માત્ર 13 વર્ષની હતી ત્યારે તેઓ સરદાર પટેલની પુત્રીના પક્ષમાં દિવાલો પર પોસ્ટર પણ લગાવતા હતાં કે જે ઇન્દિરા ગાંધીની વિરૂદ્ધ હતું. તે જ વર્ષે ઇન્દિરા ગાંધી વિરોધી લહેર ગુજરાતની 20 લોકસભા સીટોમાંથી 15 સીટો જનતા પાર્ટીએ જીતી હતી.

મતદાન એજન્ટના રૂપમાં બીજેપીનું પ્રથમ કામ

શાહે 1980માં માત્ર 16 વર્ષની ઉંમરમાં સંઘની સભ્યતા લીધી હતી. તે જ વર્ષે પાર્ટી તરીકે બીજેપીનો જન્મ થયો હતો. 1984માં સામાન્ય ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક હાર બાદ બીજેપીમાં વિચારધારા સાથે જોડાયેલા લોકો જ આવી રહ્યાં હતાં. 1985માં અમિત શાહ ઔપચારિક રૂપથી બીજેપીમાં શામેલ થયાં. એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં પાર્ટીમાં શામેલ થનાર અમિત શાહને પાર્ટીનું પ્રથમ કામ મળ્યું હતું અમદાવાદ નારણપુરા વોર્ડની ચૂંટણીમાં મતદાન એજન્ટ તરીકે. તેના થોડાંક દિવસ બાદ તેઓ વોર્ડના સચિવ બની ગયાં. અહીંથી જ તેમના રાજનીતિક સફરની શરૂઆત થઇ ગઇ.

નરેન્દ્ર મોદી સાથે કેવી રીતે સંપર્ક થયો?

1987માં અમિત શાહ ભાજપના યુવા એકમના સભ્ય બન્યા. શરૂઆતમાં દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં ખજાનચી તરીકે તેઓએ તે સંસ્થાને આગળ વધારવામાં મોટો ફાળો આપ્યો હતો. આઠ વર્ષ દરમ્યાન કામ કરતા હતા ત્યારે અમિત શાહે ત્યાં વિચારધારા સાથે જોડાયેલી ઘણી માહિતી મેળવી અને તેના સંશોધનનો પર પણ અભ્યાસ કર્યો. તેઓ આજની રાજનીતિમાં ખૂબ જ કામ આવે છે. તે દરમ્યાન તેઓ નાનાજી દેશમુખના પણ સંપર્કમાં આવ્યાં હતાં. તેઓ હંમેશા નાનાજી દેશમુખના સંપર્કમાં પણ આવ્યાં. તેઓ હંમેશા નાનાજીને સ્વપ્નદ્રષ્ટા નેતા માનતા. તેમને નાનાજી પાસેથી અનેક પાઠ મેળવ્યાં. રસપ્રદ વાત તો એ છે કે તે જ સમયે તેઓ નરેન્દ્ર મોદીના સંપર્કમાં પણ આવ્યાં હતાં પરંતુ બાળપણથી જ તેમને ઘરે રાજકીય વાતાવરણ મળી ગયું હતું. તેમના દાદા અને પિતા ગાંધીવાદી હતાં. 1977માં જ્યારે આચાર્ય જે.બી. કૃપલાણી, મણિબેન પટેલ અને અનેક જનતા પાર્ટીના સપોર્ટમાં આવ્યાં ત્યારે આચાર્ય કૃપલાણી સાત દિવસ સુધી તેમના ઘરે રહ્યાં હતાં.

મોટા મોટા નેતાઓ માટે ચા-પાણીની વ્યવસ્થા કરતા

શાહે એક વિશિષ્ટ વૈચારિક આંદોલનથી ખીલેલ ભાજપ જેવા રાજનીતિક દળના પ્રત્યેક અને જિલ્લા કાર્યાલયમાં પુસ્તકાલય હોવું જોઇએ. આ વિચાર શાહે પોતાના રાજનીતિક જીવનના આરંભમાં જ આપ્યો હતો. તેઓએ જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં જ્યારે તેઓ ગુજરાતમાં પાર્ટીના સામાન્ય કાર્યકર્તા હતાં ત્યારે પાર્ટીની બેઠકો અને કાર્યક્રમો માટે પાણી તથા ચાની પર્યાપ્ત સુવિધા પણ સુનિશ્ચિત કરવાની પણ તેમની જવાબદારી હતી. તે જ સમયે તેઓએ પ્રદેશ બીજેપીના એક વરિષ્ઠ નેતાને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજનીતિક પાર્ટીના કાર્યાલયમાં પુસ્તકાલય અવશ્ય હોવું જોઇએ, જ્યાં કાર્યકર્તા અધ્યયન, ચિંતન, મનન કરવું અને રણનીતિ બનાવવી અને સ્વયંને વૈચારિક અને બૌદ્ધિક ધાર આપવા માટે એકત્ર થઇ શકે.

બીજેપીની દરેક મોટી મોટી ઓફિસોમાં લાઇબ્રેરી ખોલાવડાવી

એક વાર અનૌપચારિક વાર્તાલાપમાં શાહે આ ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, “પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તે સમયે મને નામથી ન હોતા જાણતા. હું પ્રદેશ કાર્યકારિણીના બેઠક સ્થળ પર હતો, જ્યાં વરિષ્ઠ નેતા એકત્ર હતાં. હંમેશાની જેમ ટેબલ, પાણી તેમજ પડદા અને ખુરશીઓની વ્યવસ્થા કરવામાં હું વ્યસ્ત હતો. જ્યારે એકાએક અધ્યક્ષ મહોદયે જણાવ્યું કે, તેઓને એક યુવા કાર્યકર્તાનો પત્ર મળ્યો છે કે જેમાં પ્રદેશ તથા જિલ્લા કાર્યાલયોમાં પુસ્તકાલય સ્થાપિત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં શાહના પત્ર પર ચર્ચા થઇ હતી. તે બાદમાં દરેક મુખ્યાલય માટે જરૂરી ચીજ થઇ ગઇ.

ગુજરાતમાં અમિત શાહે દેખાડી પોતાની બુદ્ધિની કમાલ

1991માં જ્યારે ભાજપના બળવાન નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે અમિત શાહ તેમના ચૂંટણી પ્રચારના પ્રભારી હતાં. ત્યાંથી તેમની ઓળખ પ્રસ્થાપિત થવા લાગી. તે સમયે ગુજરાતમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની પીઠ ખૂબ જ નબળી હતી. મોદી અને શાહે મળીને કોંગ્રેસનાં વર્ચસ્વને ખતમ કરવા માટે એવાં નેતાઓનું નેટવર્ક તૈયાર કર્યું કે જેઓ પ્રધાન પદની ચૂંટણી હાર્યા હતાં. કો ઓપરેટિવ્સમાં કોંગ્રેસને ખતમ કરવા માટે પણ મોદી-શાહે આ જ વિચાર અપનાવ્યો. જેનાંથી ગુજરાતની અર્થવ્યવસ્થા પણ બદલાવવાની શરૂઆત થઇ. 1999માં શાહ દેશની સૌથી મોટી કોઓપરેટિવ બેન્ક, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કના અધ્યક્ષ બન્યાં. બેન્કની હાલત નિરાશાજનક હતી. શાહે એક વર્ષમાં જ બેન્કની કાયાકલ્પ કરી દીધી અને તેને 27 કરોડના નફામાં લાવી દીધી. 2014 સુધીમાં બેન્કનો નફો લગભગ 250 કરોડ થઈ ગયો હતો.

મોદી-શાહની જોડીએ ભાજપને બુલંદીઓ સુધી પહોંચાડ્યું

1997માં મોદીએ શાહને વિધાનસભાની ચૂંટણી લડવાની હિમાયત કરી હતી. તે જ વર્ષે પેટાચૂંટણી જીતી તેઓ ધારાસભ્ય બન્યાં. 2001માં મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં. ત્યાર બાદ 2002માં શાહે અમદાવાદની સરખેજ બેઠક પરથી 1.5 લાખથી વધુ મતોના અંતરથી રેકોર્ડ જીત્યો હતો. 2007માં આ અવકાશ વધુ વિસ્તર્યો. મોદી 12 વર્ષ સુધી ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યાં હતાં. એ દરમિયાન શાહ તેમના જમણા હાથ રહ્યાં. એક સમયે તો શાહની પાસે ગુજરાત સરકારમાં 12 મંત્રાલયો હતાં. 2013-14માં, જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને કેન્દ્રનાં રાજકારણમાં લાવવાનું નક્કી કર્યું હતું ત્યારે શાહના દિલ્હી આવવાની ચર્ચા પણ તીવ્ર બની હતી. શાહ ભાજપના અધ્યક્ષ બન્યાં. રાજનાથ સિંહ પછી પાર્ટીની શાસન સંભાળનારા શાહે વ્યૂહાત્મક સ્તરે અનેક ફેરફારો કર્યાં. જેનો ભાજપને ચૂંટણીઓમાં સતત ફાયદો થઈ રહ્યો છે. આજે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે.

કેમ અમિત શાહ માત્ર ખાદી જ પહેરે છે?

અમિત શાહનો પરિવાર ક્યારેક શ્રી અરવિંદોના પણ યજમાન બન્યા હતાં. શ્રી અરવિંદોનો પ્રભાવ તેમના પૂર્વજો પર ખૂબ પડી હતી. તેમની આપવામાં આવેલી સલાહને પરિવારે ગાંઠ બાંધી લીઘી હતી કે રાજાનો નિર્ણય સામાન્ય માણસ માટે હોવો જોઇએ કોઇ ખાસ માણસ માટે નહીં. શ્રી અરવિંદો અમિત શાહના ઘરમાં જે ખુરશી પર બેઠા હતાં. તે ખુરશી આજે પણ સુરક્ષિત ઢંગથી રાખવામાં આવી છે. બાદમાં માતા કુસુમ બેનનો પણ તેમની પર ખૂબ મોટો પ્રભાવ પડ્યો હતો. સૌ પહેલાં તેઓ જ હતાં કે જેઓએ અમિત શાહને માત્ર ખાદી પહેરવા માટે પ્રેરિત કર્યા હતાં.

(5:21 pm IST)