Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

યુરોપિયન સંસદ દ્વારા પાકિસ્તાનમાં આતંકી પ્રવૃતિઓ પર પ્રતિબંધ લગાવવા માંગ કરાઈ

ફ્રાન્સ, યુરોપ અને વિશ્વના દેશો, નિર્દોષ લોકોની હત્યા અને પીડિત બનતા નહિ જોઈ શકે

બ્રસેલ્સ :યુરોપિયન સંસદે યુરોપિયન સંઘ અને ફ્રાન્સ થી, પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

યુરોપિયન સંસદના સભ્યોએ ફ્રાંસની સરકાર અને યુરોપિયન યુનિયનને પત્ર લખીને કહ્યું છે કે, 'ફ્રાન્સ, યુરોપ અને વિશ્વના દેશો, નિર્દોષ લોકોની હત્યા અને પીડિત બનતા નહિ જોઈ શકે. વળી તેઓ આતંકવાદની છાયા હેઠળ ડરીને પોતાનું જીવન વિતાવવા માંગતા નથી, તેથી, પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો જોઇએ.'

પ્રતિબંધ માંગતા આ સાંસદોમાં રીજાર્ડ જાર્નેકી, ફુલવિઓ માર્ટુસિલો અને જિએના ગર્સિયા નો સમાવેશ થાય છે.

આ પત્ર માં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રો, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, ચાર્લ્સ મિશેલ, યુરોપિયન કમિશનના અધ્યક્ષ, ઉર્સુલા વોન ડેરને સંબોધન કરાયું છે.

(11:20 pm IST)