Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ક સમયમાં ' મા અન્નપૂર્ણા ' ની સવારી કેનેડાથી ભારત આવશે : ભારતના વારાણસીમાંથી 100 વર્ષ પહેલા ચોરાયેલી આ મૂર્તિ કેનેડામાંથી મળી આવી : ભારત પરત મોકલાશે

વારાણસી :  ભારતના વારાણસીમાં આવેલા માં અન્નપૂર્ણા મંદિરમાં દેશભરના લોકો દર્શન કરવા આવે છે.આ મંદિરમાંથી 100 વર્ષ પહેલા ચોરાયેલી  ' મા અન્નપૂર્ણા ' ની મૂર્તિ કેનેડામાંથી મળી આવી છે.

કેનેડામાં ભરાયેલા પ્રાચીન વસ્તુઓના પ્રદર્શન દરમિયાન એક આર્ટિસ્ટની નજર આ મૂર્તિ ઉપર પડી હતી.જેણે આયોજકોનું ધ્યાન દોરી જણાવ્યું હતું કે આ મૂર્તિ ભારતના વારાણસીમાં આવેલા માં અન્નપૂર્ણાની છે. જે અહીંયાના મ્યુઝિયમમાં ભૂલથી આવી ગયેલી જણાય છે. જેથી આયોજકોએ તપાસ કરતા આર્ટિસ્ટની વાત સાચી જણાઈ હતી.જે મુજબ આ મૂર્તિ આજથી 100 વર્ષ પહેલા વારાણસીના મંદિરમાંથી ચોરાઈને કેનેડા આવી હતી.

મ્યુઝિયમના સંચાલકો તથા કેનેડા સરકાર આ મૂર્તિ ભારત પરત મોકલી આપવા સંમત થઇ ગયા છે.તેથી ટૂંક સમયમાં માં અન્નપૂર્ણા દેવીની સવારી ભારત આવી પહોંચશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:34 pm IST)