Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ચોક્કસ સમુદાયને સત્તાના આધારે હિંદુત્વ રચાયું છે

ઓલ ઇન્ડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીે ફરી ઝેર ઓક્યું : અસદુદ્દીન ઓવૈસીએ પોલિટિકલ પાવર્સમાં મુસ્લિમોને ક્યાંય સ્થાન નહીં હોવાનો દાવો કરતા આરએસએસ ઉપર પ્રહાર કર્યા

નવી દિલ્હી, તા. ૨૧ : ઓલ ઇન્ડીયા મજલિસ--ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હિંદુત્વને લઇને ફરી એકવાર ઝેર ઓક્યું છે અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઓવૈસીએ ટ્વીટ કરી હતું કે, હિન્દુત્વ એક એવા જૂઠ્ઠાણા પર રચાયું છે કે તમામ પોલિટિકલ સત્તા એક ચોક્કસ સમુદાય પાસે હોવી જોઇએ. ઓવૈશીએ આરએસએસ પર પણ પ્રહારો કર્યા હતાં.

ઓવૈશીએ ઝેર ઓકતી ટ્વીટ કરી કહ્યું હતું કે, હિન્દુત્વ એવા જૂઠાણાં પર રચાયેલું છે કે તમામ પોલિટિકલ પાવર્સ ફક્ત એક સમુદાય પાસે જવો જોઇએ. એમાં મુસ્લિમોને ક્યાંય સ્થાન નથી. લોકો દ્રઢપણે માને છે કે મુસ્લિમોને રાજકીય અધિકાર હોવા જોઇએ. પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં મુસ્લિમોની હાજરી એક રીતે જોતાં હિન્દુત્વ સામે આપણે મેળવેલું રક્ષણ છે.

ઓવૈસીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો મુસ્લિમો ધારાસભા અને સંસદની બહાર નીકળી જાય તો સૌથી વધુ આનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થશે. ઓવૈસીએ ભારપૂર્વક નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનો અમલ શરૂ થશે સાથે અમારા તરફથી એના વિરોધનો પણ જોરદાર આરંભ થશે. ઓવૈશી અગાઉ પણ અનેકવાર ભટકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યાં છે. તે હિંદુઓ અને હિંદુત્વ વિરૂદ્ધ ઝેર ઓકવાનો મોકો છોડતા નથી તેમ કહેવું પણ ખોટું નથી. તો બીજી તરફ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. એઆઈએમઆઈએમના ચીફે કહ્યું કે નેશનલ પોપ્યુલેશન બનાવવાનું શિડ્યૂલ ફાઇનલ થઇ ચૂક્યું છે તો જલદી તેનો વિરોધનું પણ શિડ્યૂલ ફાઇનલ કરવામાં આવશે.

(12:00 am IST)