Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

પાકિસ્‍તાનમાં પુરાતત્‍વવિદોને મળ્‍યું ભગવાન વિષ્‍ણુનું ૧૩૦૦ વર્ષ જુનુ મંદિર

પાકિસ્‍તાનના સ્‍વાત જિલ્લામાં પુરાતત્‍વવિદોને એક પહાડ પર ખોદકામ દરમ્‍યાન એક જુનુ મંદિર મળ્‍યું છે ખૈબર પખ્‍તુખ્‍વા પુરાત્‍વ વિભાગના ફઝલે ખાલીકએ કહ્યું કે મંદિર ભગવાન વિષ્‍ણુનું હિંદુ શાહી કાલ દરમ્‍યાન બનાવવામાં આવ્‍યું હતું. પુરાત્‍વ વિદોને મંદિર સ્‍થળની પાસે છાવણી અને વોચ ટાવરના નિશાન પણ મળ્‍યા.

(12:00 am IST)
  • કાશ્મીર સરહદે પાકિસ્તાની ડ્રોન ઝબક્યું : જમ્મુ-કાશ્મીરમાં પૂંચ જિલ્લાના મેંધર સેક્ટરના માંકોટે વિસ્તારમાં લાઇન ઓફ કન્ટ્રોલ ની નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો છે. access_time 1:31 pm IST

  • ગાંધીનગર સિવિલને દોઢસો વધુ બેડ ફાળવવામાં આવી : કોવિડ રોગચાળો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આશરે 180 પથારી ઉમેરવામાં આવશે access_time 1:31 pm IST

  • કાઠમંડુમાં ચીન વિરોધી દેખાવો શરૂ થયા : નેપાળના પાટનગર કાઠમંડુથી અહેવાલો મળી રહ્યા છે કે કાઠમંડુમાં ચિન વિરોધી જોરદાર દેખાવો શરૂ થઈ ગયા છે. ચાઈનાએ નેપાળની સરહદે સંખ્યાબંધ જિલ્લાઓમાં જમીનો ઉપર દબાણ કર્યું છે તેના વિરોધમાં આ દેખાવો સર્જાયાનું જાણવા મળે છે.(ફાઇલ તસ્વીર) access_time 10:39 am IST