Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રોના વળગ્યા પછી આસામના પૂર્વ સીએમ તરૂણ ગોગોઈની સ્થિતિ અતિ ગંભીર: વેન્ટિલેટર ઉપર

ગૌહત્તી: આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની તબિયત ગંભીર. કોવિડ ૧૯ વળગ્યા પછીના કોમપ્લિકેશન્સ સર્જાતા તબિયત બગડેલ છે.

તેમને છેલ્લામાં છેલ્લી દવાઓ અને અન્ય સારવારના મધ્યમોથી બચાવી લેવાના પ્રયાસો ચાલુ છે.  ડોકટરો ડાયાલિસિસ પણ કરવા જઈ રહયા છે. જોકે, આવતા 48 થી 72 કલાકો ખૂબ જ નિર્ણાયક હોવાનું આસામના આરોગ્ય પ્રધાન હિંમંતા બિસ્વા શર્મા જણાવે છે. 

86 વર્ષના આ દિગ્ગજ રાજનેતા  તાજેતરમાં જ કોરોનાથી બહાર આવેલ.  કોરોના પછી બે નવેમ્બરના રોજ તબિયત બગડતા ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ કર્યા હતા. ઓગસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા.

 તેમને ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પીટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગોગોઇના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થયા છે. સ્થિતિ સિરિયસ છે.

(12:00 am IST)
  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST

  • ટ્વિટર ઉપર આરબીઆઇના દસ લાખ ફોલોઅર થયા: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે 1 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ સુધી પહોંચી ચુકી છે; વૈશ્વિક સ્તરે આ માઇલસ્ટોન ઉપર પહોંચનાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રથમ સેન્ટ્રલ બેંક બની છે. access_time 4:57 pm IST

  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST