Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 32 કેસ: કુલ આંક 10,140એ પહોંચ્યો

ગઈકાલે 73 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 9254 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 91.55 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 32 કેસ નોંધાતા કુલ આંક 10,140 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 32 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 10,140 થયા છે.ગઈકાલે 73 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  9254 થતા રિકવરી રેટ  91.55 ટકા થયો છે.

આજ દિન સુધીમાં કુલ 4,08314 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

(2:05 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • ગાંધીનગર સિવિલને દોઢસો વધુ બેડ ફાળવવામાં આવી : કોવિડ રોગચાળો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આશરે 180 પથારી ઉમેરવામાં આવશે access_time 1:31 pm IST

  • હવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST