Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

આયુર્વેદ ડોક્ટરોને સર્જરી કરવાની મંજૂરી : જાહેરનામું બહાર પડ્યું : મેડિકલ જગતમાં ખળભળાટ : મોદી સરકાર દેશની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વેગ આપવા માગે છે

નવીદિલ્હી : મેડિકલ વર્તુળમાં આંચકારૂપ એક પગલામાં સરકારે એક જાહેરનામું બહાર પાડયુ છે, જેના લીધે આયુર્વેદ ડોકટરોને વિવિધ જનરલ સર્જીકલ, ઇએનટી, નેત્રરોગ, ઓર્થોપેડીક અને ડેન્ટલ પ્રક્રિયાઓ માટે તાલીમ આપવાની અને કાયદેસર મંજૂરી મળશે.

જો કે, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિનના અધ્યક્ષે કહ્યું છે કે આ શસ્ત્રક્રિયાઓ 25 વર્ષથી આયુર્વેદ સંસ્થાઓ અને હોસ્પિટલોમાં ચાલી રહી છે અને આ જાહેરનામું ફક્ત તે બાબતસ્પષ્ટ કરવા માટે હતું કે આયુર્વેદ ડોક્ટરો માટે આ પ્રિસીઝર કરવાનું કાયદેસર છે. અંગ્રેજી અખબારમાં આ અહેવાલો પ્રસિદ્ધ થયા છે જેના પગલે મેડિકલ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

 ૧૯ નવેમ્બરના આ જાહેરનામામાં ભારતીય મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, 2016 માં સુધારો કરીને આયુર્વેદ ડોકટરો માટેના પી.જી. તાલીમમાં સામેલ પ્રોસીજરોનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રક્રિયાઓની સૂચિ આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેન્દ્રની મંજૂરી સાથે આ સુધારા કરવામાં આવી રહ્યા છે.  

 આમ આયુર્વેદની પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવનારાઓ સર્જરી કરી શકતે તેમ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ નો અહેવાલ જણાવે છે.

  આયુર્વેદમાં પીજી પાસ કરનાર ડોક્ટરોને આવી સર્જરીની પ્રોસિજર માટે તાલીમ તાલીમ આપવામાં આવશે.આ જાહેરનામાથી ફલિત થાય છે કે નરેન્દ્ર ભાઈ મોદી સરકાર દેશની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માંગે છે

(2:50 pm IST)