Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

વોટ્સએપમાં નવી સુવિધાઃ 'ડિસઅપીયરિંગ મેસેજીસ' ફીચર ઉમેરાયું

ફોન કે લેપટોપ કે ડેસ્કટોપ વર્ઝનના વોટ્સએપમાંથી સાત દિવસ પછી તમામ મેસેજીસ આપોઆપ ડિલીટ થઈ જશે.

મુંબઈઃ દુનિયાભરમાં પોતાના બે અબજથી વધારે યુઝર્સ માટે 'ડિસઅપીયરિંગ મેસેજીસ' સુવિધા લાગુ કરવાની વોટ્સએપે જે જાહેરાત કરી હતી તે હવે સત્તાવાર છે અને તે આ જ મહિનાથી યુઝર્સને લાગુ થઈ છે. આ ફીચર અનુસાર યુઝર્સના ફોન કે લેપટોપ કે ડેસ્કટોપ વર્ઝનના વોટ્સએપમાંથી સાત દિવસ પછી તમામ મેસેજીસ આપોઆપ ડિલીટ થઈ જશે. જોકે ડિવાઈસમાં ડાઉનલોડ કરેલી ફાઈલ્સ-સામગ્રી સેવ થયેલી રહેશે. આ સુવિધાને કારણે પ્રત્યેક ચેટમાં પ્રત્યેક મેસેજને જાતે ડિલીટ કરવા પાછળ ખર્ચાતો સમય ઘણો બચી જશે.

મેસેજિસ, તસવીરો, વિડિયો, ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી સાત દિવસ પછી આપોઆપ ડિલીટ થાય એ પહેલાં યુઝર્સે પોતાની રીતે એને સેવ કરી લેવાની રહેશે. આ ફીચર એન્ડ્રોઈડ, આઈઓએસ અને લાઈનક્સ-બેઝ્ડ કેઈઓએસ ડિવાઈસીઝ સહિત તમામ વોટ્સએફ-સપોર્ટેડ ડિવાઈસીઝ પર આ ઉપલબ્ધ છે.

ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપમાં વ્યક્તિગત તેમજ ગ્રુપ ચેટ્સ માટે આ નવું ફીચર ઉપલબ્ધ છે. ગ્રુપ ચેટ્સમાં ગ્રુપ એડમિન્સે આ ફીચરને એનેબલ કરવાનું રહેશે. એ સાથે જ મેસેજીસ સાત દિવસ બાદ ડિલીટ થતા રહેશે. જે મેસેજને જાળવવો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા મેસેજને કોપી કરી લેવા. અથવા તમે ઓટો-ડાઉનલોડને ટર્ન-ઓન કરીને પણ ફોટા કે અન્ય સામગ્રીને સેવ કરી શકો છો. તમે WhatsApp Settings > Data and Storage Usage માં જઈને ઓટો-ડાઉનલોડને ઓફ્ફ પણ કરી શકો છો. આ નવા ફીચરને પગલે યુઝર્સના આ પહેલાના મેળવેલા કે મોકલેલા મેસેજીસને કોઈ અસર નહીં થાય

(5:59 pm IST)