Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પરિવારે આખી રાત ઢોર માર માર્યો: સવારે જમાઈ બનાવી લીધો

યુવાનને પોલીસને સોંપી દેવાયો. કેસથી બચવા માટે કેટલાક લોકોએ સમાધાન કરી લેવા માટેનું સૂચન કર્યું.

ઉત્તર પ્રદેશમાં એક ગજબ ઘટના બની છે  રાત્રે એક યુવકે પરિવારજનોનો માર ખાધો અને બીજા દિવસે જમાઈ બની ગયો. ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અડધી રાત્રે પ્રેમીકાને મળવા માટે પહોંચેલા પ્રેમીને પકડીને પરિવારજનોએ ધોલાઈ કરી. એક રૂમમાં બંધ કરીને યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. દિવસ થતા જ આરોપી યુવાનને પોલીસને સોંપી દેવાયો. કેસથી બચવા માટે કેટલાક લોકોએ સમાધાન કરી લેવા માટેનું સૂચન પણ કર્યું.

આખી રાત ઢોરની જેમ માર માર્યા બાદ પરિવારજનોએ આ યુવાનને જમાઈ તરીકે સ્વીકારી લીધો. આ કેસ રામપુરના અજીમનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મેહંદીનગરના સુમાલી ગામનો છે. જ્યાં આ યુવકની પ્રેમીકા રહેતી હતી. સ્વાર વિસ્તારનાા ગદ્દી નગલી ગામનાા નિવાસી પ્રેમસિંહનું મેહંદીનગરના સુમાલીની લક્ષ્‍મી નામની યુવતી સાથે અફેર હતું. આ યુવક અવારનવાર લક્ષ્‍મીને મળવા માટે ગામમાં આવતો હતો. યુવક આશરે 12 વાગ્યે પ્રેમીકાને મળવા માટે લક્ષ્‍મીના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં કોઈ આવ્યું છે એની જાણ થતા પરિવારજનો એલર્ટ થઈ ગયા. પરિવારજનોએ છુપી રીતે એને જોયો ત્યારે પરિવારજનો ચોંકી ગયા હતા. પ્રેમી કંઈ સમજે કે વિચારે એ પહેલા જ પરિવારજનોએ પકડીને રૂમમાં પૂરી દીધો હતો. મોટો હોબાળો અને ધમાલ થતા આસપાસમાંથી પણ લોકો આવ્યા અને પ્રેમીની ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આ કેસમાં પોલીસ ઉચ્ચ અધિકારી અરૂણ કુમારે જણાવ્યું કે, આ અંગેની ફરિયાદ આવતા યુવકનો પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે.

યુવકના પરિવારના લોકો પણ આવ્યા હતા. ત્યાર બાદ બંનેના પરિવારજનો વચ્ચે વાતચીત કરાવવામાં આવી હતી. ત્યાર બાદ બંને પક્ષના લોકોએ વિવાહનો નિર્ણય લીધો અને જે યુવાનની રાત્રે ધોલાઈ કરી હતી એને જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો. પછી બંનેએ અજીમનગર વિસ્તારમાં આવેલા એક નાનકડા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ ઘટનાની સમગ્ર રામપુરમાં ચર્ચા થઈ રહી છે. જોકે, પોલીસે બંનેનું નિવેદન પણ નોંધ્યું હતું

(9:37 pm IST)
  • ટ્વિટર ઉપર આરબીઆઇના દસ લાખ ફોલોઅર થયા: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે 1 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ સુધી પહોંચી ચુકી છે; વૈશ્વિક સ્તરે આ માઇલસ્ટોન ઉપર પહોંચનાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પ્રથમ સેન્ટ્રલ બેંક બની છે. access_time 4:57 pm IST

  • હવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST

  • એસિડ એટેકથી પીડાતા અનેક લોકોને વળતર અપાયું નથી: એસિડ એટેક પીડિતોના 1,273 કેસોમાંથી 799 કેસોમાં વળતર ચૂકવવામાં આવ્યું નથી: રાષ્ટ્રીય મહિલા આયોગ access_time 4:51 pm IST