Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

શપથગ્રહણ સમારોહની સુરક્ષામાં ચુક

બાયડનના કાર્યક્રમમાં હાજર રહેલા ૧૫૦થી વધુ જવાનોને કોરોના પોઝિટિવ

વોશિંગ્ટન તા. ૨૩ : જો બાયડનના શપથ ગ્રહણ સમારોહમાં સુરક્ષાના સૈનિકો પર મોટી આફત આવી છે. આ સમારોહમાં તૈનાત ૧૫૦થી વધુ સૈનિકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

રાષ્ટ્રપતિ જો બાયડનનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ યોજાયો હતો. આ સમયે તેમની સુરક્ષા માટે મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરાયા હતા. આ શપથ ગ્રહણ સમારહો બાદ નેશનલ ગાર્ડના લગભગ ૧૫૦થી વધારે જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે જેના કારણે અમેરિકામાં ખળભળાટ મચ્યો છે.

સંયુકત રાજય અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાયડને પદ સંભાળતા જ કોરોના વાયરસને લાઈને કાર્યવાહી કડક કરી છે અને સાથે માસ્ક પહેરવાના નિયમોને પણ કડક કર્યા છે. આ સાથે વિદેશથી આવનારા લોકોનો કવોરન્ટાઈન કરવાના પણ આદેશ આપ્યા છે.

વ્હાઈટ હાઉસમાં ૧૦ કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરતાં બાયડને કહ્યું કે દેશમાં કોરોનાથી થતા મોતનો આંત આવતા મહિને ૫ લાખ સુધી પહોંચી શકે છે. તેઓએ આ સ્થિતિથી બચવા માટે પ્રભાવી નિર્ણય લેવો જરૂરી છે. તેઓએ કહ્યું કે દેશ અત્યારે આપાતકાલમાં છે અને આપણે તેની સામે લડવાનું છે. જનતા તેમની પર ભરોસો રાખે જે તેઓએ ટ્રમ્પ શાસનમાં ખોવી દીધો હતો.

વ્હાઈટ હાઉસના નવા કોરોના કો ઓર્ડિનેટર જેફ જોઈન્ટ્સને ટ્ર્મ્પ પ્રશાસન પર મોટી ભૂલો કરવા અને તેમને સુધારવાનો આરોપ લગાવ્યો છે. અનેક સ્થિતિઓ વિરાસતમાં મળી છે જે ખરાબ સ્થિતિમાં છે જેની લોકોએ કલ્પના પણ નહીં કરી હોય.

(10:15 am IST)