Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રાજસ્થાનના ઇતિહાસમાં સૌથી મોટા ITના દરોડા, ભોયરામાંથી મળી અરબોની સંપત્તિ

નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગમાં રાજસ્થાનના ઇતિહાસના સૌથી મોટા ઇન્કમટેક્સ દરોડા પડ્યાં છે. જેમાં ભોયરામાંથી ૧૭૦૦ કરોડની ગેરકાયદેસર કમાણીનો પર્દાફાશ થયો છે.  ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજસ્થાનના ઇતિહાસના સૌથી મોટા દરોડા પાડવામાં આવ્યાં છે. ઇન્કમટેક્સ વિભાગે જયપુરમાં બુલિયન વેપારી, બે રિયલ એસ્ટેટ ડેવલેપરને ત્યા દરોડા પાડીને પોણા બે હજાર કરોડની બે નંબર મિલકત ઝડપી પાડી છે.  ઇન્કમટેક્સ વિભાગને બુલિયન વેપારીને ત્યાં ભોયરું મળી આવ્યું છે, જેમાં ૭૦૦ કરોડની મિલકત અંગે જાણકારી મળી છે.

  પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ રાજસ્થાન ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા દરોડા છે. દરોડાની કાર્યવાહી ૫ દિવસ સુધી ચાલી છે આ રેડમાં IT વિભાગની ટીમે ૨૦૦ કર્મચારીઓની સાથે ૫ દિવસ સુધી સતત ઓફિસ કાગળ અને દસ્તાવેજની તપાસ કરી.  ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર આ દરોડા શહેરના ત્રણ મોટા વેપારી ગ્રુપ સિલ્વર આર્ટગ્રુપ, ચોરડિયા ગ્રુપ અને ગોકુલ કૃપા ગ્રુપ પર કરવામાં આવી છે. આ દરમિયાન ૧૭૦૦થી ૧૭૫૦ કરોડ રુપિયાની બે નંબરની કમાણીનો ખુલાસો થયો છે.

 દરોડા દરમિયાન એક ભોયરામાં ઘણી કિંમતી વસ્તુઓ મળી આવી છે. જો કે આકરણી કરવામાં આવી રહી છે અહીં ૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ થઇ શકે છે. જયપુર પોલીસે ભોયરામાં મળેલી મૂર્તિઓ, કાર્પેટ અને કીંમતી સ્ટોન અને બહુમૂલ્યવા પદાર્થો અંગે જાણકારી માગી છે જેથી એ ખબર પડી શકે છે આ માલ ક્યાંથી આવ્યો છે અને તેની સપ્લાય ક્યાં થાય છે. ઇન્કમટેકેસ અનુસાર આ ગ્રુપોની ઓફિસમાંથી જે કાગળો જપ્ત થયા છે તેમાં અંદાજે ૨૦૦ કરોડની લેણ-દેણના કાગળો મળ્યાં છે. અહીં લગાવામાં આવેલા બધા ઘ્ઘ્વ્સ્ ફુટેજ જપ્ત કરવામાં આવી લીધેલા છે, જેનું અધ્યયન કરવામાં આવી રહ્નાં છ. (૪૦.૯)

(12:18 pm IST)