Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

નિર્માણાધીન મકાનોને જીએસટી-માફી આપવાની બિલ્ડરોની માંગ

સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે માંગ ઉભી કરવા માટે ઈન્કમ ટેકસ એકટની કલમ ૨૪ હેઠળ હોમ લોન પર છૂટ વધારવી

ચંડીગઢ, તા. ૨૩ :. રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક મોટુ રોજગાર પેદા કરતું ક્ષેત્ર છે. જે આવનારા બજેટમાં મોટા સુધારાની અપેક્ષા રાખી રહ્યું છે. આ ક્ષેત્ર ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાં રોગચાળાએ પડતા પર પાટુ માર્યુ હતું. જો કે ધીમે ધીમે માગમાં સુધારો થયો છે અને ક્ષેત્ર મંદીની ગર્તામાંથી બહાર નીકળી રહ્યુ છે. જો કે ડેવલપર કેન્દ્ર પાસે સ્ટિમ્યુલ ગ્રોથ માટે બજેટમાં જીએસટીની માફીની માગ કરી રહ્યા છે.

સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે માગ ઉભી કરવા માટે ઈન્કમ ટેકસ એકટની કલમ ૨૪ હેઠળ હોમ લોન પર છૂટ વધારવી જોઈએ. ખાસ કરીને અર્ફોર્ડેબલ અને મધ્યમ સેગમેન્ટ હાઉસિંગમાં છૂટ વધારે મળે તો માગ સુધરે એમ છે. હાલમાં અન્ડર કન્સ્ટ્રકશન પ્રોપર્ટીઝમાં પ્રીમિયમ મિલ્કતો (રૂ. ૪૫ લાખથી વધુના ઘરો) પર પાંચ ટકા જીએસટી લાગે છે અને અર્ફોર્ડેબલ હોમ્સ (રૂ. ૪૫ લાખથી નીચેના ઘરો) પર એક ટકો જીએસટી લાગે છે. જો સરકારે માગ ઉભી કરવી હોય તો જીએસટીમાં મર્યાદિત સમયગાળા માટે માફી આપવી જોઈએ અને અર્ફોર્ડેબલ હાઉસની ટોચની મર્યાદા રૂ. ૪૫ લાખથી વધારીને રૂ. ૬૦ લાખ કરવી જોઈએ, એમ મોટિયા ગ્રુપના ડિરેકટર એલસી મિત્તલે કહ્યું હતું. વળી આ ક્ષેત્રે રોકડની અછત પ્રવર્તે છે. વળી રિયલ્ટ ક્ષેત્રને નાણાકીય મદદ માટે રૂ. ૨૫,૦૦૦ કરોડના SWAMIH ઈન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના થવી જોઈએ, એ NAREDCO રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. નિરંજન હિરાનંદાનીએ કહ્યુ હતું.

(12:57 pm IST)