Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

' એ બર્નિંગ ' : ઇન્ડિયન અમેરિકન લેખિકા સુશ્રી મેઘા મજુમદાર લિખિત પુસ્તક નેશનલ બુક એવોર્ડ માટેની યાદીમાં : આતંકવાદની આરોપી મહિલાની કાલ્પનિક કથા વર્ણવતું પુસ્તક

ન્યુયોર્ક : નેશનલ બુક એવોર્ડ માટે તૈયાર કરાયેલી યાદીમાં ઇન્ડિયન અમેરિકન લેખિકા સુશ્રી મેઘા મજુમદાર લિખિત પુસ્તક ' એ બર્નિંગ ' ને સ્થાન અપાયું છે.આ પુસ્તકમાં આતંકવાદની આરોપી મહિલાની કાલ્પનિક કથાનું વર્ણન છે.
કાલ્પનિક કથાઓ ,સત્ય ઘટના આધારિત કથાઓ ,ટ્રાન્સલેશન , પોએટ્રી ,સહીત જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પુસ્કોને નેશનલ બુક એવોર્ડ આપવામાં આવે છે.આ માટે સૌપ્રથમ મોટી યાદી બનાવવામાં આવે છે.બાદમાં પાંચથી દસ પુસ્તકો ની  ટૂંકી યાદી તૈયાર કરાયા પછી આખરે દરેક વિભાગમાંથી એક પુસ્તક પસંદ કરવામાં આવે છે.જેને એવોર્ડથી નવાજવામાં આવે છે.
સુશ્રી મેઘના ઉપરોક્ત પુસ્તક ઉપરાંત રેન્ડલ કેનનનું પુસ્તક ' ઇફ એ હેડ ટુ વિંગ્સ ' પણ યાદીમાં સમાવિષ્ટ કરાયું છે.જોકે તેના લેખકનું ઓગસ્ટ માસમાં અવસાન થયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)