Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

" મનનંમ " : નોર્થ અમેરિકા સ્થિત ' ચિન્મય મિશન ' દ્વારા તૈયાર કરાયેલી પુસ્તકોની નવી લેખમાળા : વ્યસ્ત જીવનમાં મનની શાંતિ મેળવવાનો ઉપાય

યુ.એસ. : નોર્થ અમેરિકા સ્થિત ' ચિન્મય મિશન ' ની નવી  સંપાદકીય ટીમના સ્વામી શાંતાનંદ તથા સ્વામી ઈશ્વરાનંદે " મનનંમ " નામથી પુસ્તકોની લેખમાળા તૈયાર કરી છે.જેમાં મગજની રચના અને મનને નિયંત્રણમાં કેવી રીતે રાખવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મનનંમ સંસ્કૃત શબ્દ છે.જેમાં કોઈ પણ એક વિષય ઉપર વિચાર કરી મગજને કેન્દ્રિત કરવાનું હોય  છે. જે મનની શાંતિ મેળવવાનું માધ્યમ ગણાય છે.જેના દ્વારા જીવનની ફિલોસોફી વિશેના વિચારો વાગોળવાના હોય છે.
આ સિરીઝ અંતર્ગત પ્રથમ ક્વાર્ટરમાં પ્રસિદ્ધ કરાયેલ પુસ્તકમાં '  વ્હું  એમ આઇ ' ના જવાબરૂપે ' એમ આઇ ધેટ  આઇ એમ ' પ્રગટ કરાયું છે. ખાસ કરીને અમેરિકાની વ્યસ્ત લાઈફમાં વ્યવસાય ,અને ઘર વચ્ચે શાંતિપૂર્ણ જીવન જીવવાની માસ્ટર કી રજૂ કરાઈ છે.

(6:59 pm IST)