Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ICMR ડાયરેકટરના નિવેદને ચિંતા વધારી

શ્વાસના રોગીઓ પર કોઈ વેકસીન ૧૦૦% કારગર નથી

હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શકયુ કે કોરોનાની વેકસીન લોકોને કયાં સુધીમાં મળશે- ICMRના ડાયરેકટર ડો. બલરામ ભાર્ગવ

નવી દિલ્હી, તા.૨૩: દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા ૫૫ લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૮૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ તો દેશમાં ૩ કંપનીઓ વેકસીન વિકસિત કીર રહી છે. ૩ વેકસીન કિલનિકલ ટ્રાયલના અલગ-અલગ સ્ટેજ પર છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શકયું કે કોરોનાની વેકસીન લોકોને કયાં સુધીમાં મળશે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેકટર ડો. બલરામ ભાર્ગવનું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત શ્વાસના રોગીઓ પર કોઈ પણ વેકસીન (કોવિડ-૧૯ વેકસીન) ૧૦૦ ટકા કારગર ન થઈ શકે. જોકે ભાર્ગવે એવું પણ કહ્યું કે આવા દર્દીઓ માટે વેકસીનને મહત્તમ કારગર બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે.

ICMRના ડાયરેકટર ડો. બલરામ ભાર્ગવ મુજબ, કોઈ પણ વેકસીન કોરોના વાયરસથી સંક્રમિત શ્વાસના દર્દીઓને ૧૦૦ ટકા સુરક્ષિત ન કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે કોઈ પણ વેકસીનમાં ત્રણ ચીજો હોવી જોઈએ- સુરક્ષા, ઇમ્યૂનિટી વધારવાની ક્ષમતા અને તેનું કારગર હોવું. તેથી હું જણાવી દઉં કે એવા લોકો જે શ્વાસની બીમારી (Respiratory Diseases)થી પીડાઈ રહ્યા છે, તેમના માટે વેકસીન પૂરી રીતે કામ નહીં કરી શકે.

ભાર્ગવે વધુમાં કહ્યું કે, જોકે WHOએ એવું પણ કહ્યું છે કે ૫૦ ટકા કારગર હોવા પર પણ વેકસીનને સ્વીકાર કરવામાં આવી શકે છે. આમ આપણે ૧૦૦ ટકાના ટાર્ગેટને લઈને ચાલી રહ્યા છીએ. પરંતુ આ ૫૦થી ૧૦૦ ટકાની વચ્ચે જ રહેશે.

(9:58 am IST)