Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા ૨ લાખને પાર

ન્યુયોર્ક,તા.૨૩: જહોન હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૨ લાખને પાર પહોંચી છે.

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે ૨,૦૦,૧૮૨ દરદીનાં મૃત્યુ થયાં છે. અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા ૬૮,૯૭,૯૬૦ છે.

માર્ચ મહિનામાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો મૃતકોની સંખ્યા એકથી બે લાખની વચ્ચે રહેશે તો દેશે 'ઘણી સારી કામગીરી' કરી કહેવાશે.

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે સૌથી વધારે મૃત્યુ ન્યૂ યોર્ક શહેરમાં થયાં છે. ન્યૂયોર્કમાં ૩૩,૦૯૨ દરદીનાં, ન્યૂજર્સીમાં ૧૬,૦૬૯ દરદીનાં મૃત્યુ થયાં છે.

(11:06 am IST)