Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સપ્ટેમ્બરમાં ડીઝલ ૨.૨૮ રૂપિયા પ્રતિ લીટર સુધી થયું સસ્તું

IOC-Indian Oil Corporationએ બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો

નવી દિલ્હી,તા.૨૩:: આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં ભારે ઘટાડા બાદ આવેલી રિકવરી અને અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયાની નબળાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઘટાડાને રોકી દીધો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની IOC-Indian Oil Corporationએ બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૮ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. બીજી તરફ, ડીઝલ ૧૫ પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થઈ ગયું હતું. નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં ૩ તારીખથી ડીઝલ સમયાંતરે સસ્તું થઈ રહ્યું છે અને આજ સુધી તેના ભાવમાં ૨.૨૮ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

દિલ્હી- પેટ્રોલ ૮૧.૦૬ રૂપિયા અને ડીઝલ ૭૧.૨૮ રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ ૮૭.૭૪ રૂપિયા અને ડીઝલ ૭૭.૭૪ રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ ૮૨.૫૯ રૂપિયા અને ડીઝલ ૭૪.૮૦ રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈ- પેટ્રોલ ૮૪.૧૪ રૂપિયા અને ડીઝલ ૭૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

(11:24 am IST)