Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

નેપાળના પર્વતારોહી રીતા શેરપાનું નિધન:10 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો બનાવ્યો હતો રેકોર્ડ

તેમના સાથીઓ તેમને 'સ્નો લેપર્ડ' નામે બોલાવતા હતા

નવી દિલ્હી : માઉન્ટ એવરેસ્ટની ટોચને પહેલીવાર સર કરનાર નેપાળી પર્વતારોહી આંગ રીતા શેરપાનું નિધન થઇ ગયું છે. તેમણે પોતાના સમગ્ર જીવનમાં 10 વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. અને તે આવું કરનાર દુનિયાના એક માત્ર વ્યક્તિ છે. તેમનો આ રેકોર્ડ વર્ષ 2017માં ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમની શોક સભામાં જોડાયેલા તેમના પરિવારે જણાવ્યું કે તે લાંબા સમયથી બિમાર હતા.


તેમના સાથીઓ પણ તેમની મોતને પર શોક વ્યક્ત કરતા કહ્યું કે નેપાળ અને પર્વતારોહી સમુદાયને આનાથી મોટી ખોટ સાલી છે. તેમનું નિધન 72 વર્ષની ઉંમરે સોમવારે થયું છે. તેમને મગજ અને લિવરને લગતી બિમારી હતી જેનાથી તે લાંબા સમયથી પરેશાન હતા.

 રીતા શેરપાએ 10 વાર કોઇ પણ પ્રકારના ઓક્સીજન સિલિન્ડરની મદદ વગર એવરેસ્ટની ચડાઇ પૂરી કરી છે. તેમના સાથીઓ તેમને 'સ્નો લેપર્ડ' નામે બોલાવતા હતા. પહેલીવાર 1993માં તેમણે માઉન્ટ એવરેસ્ટની ચડાઇ કરી હતી. તે પછી તેમણે 1996 સુધીમાં તેમની આ 10 ચડાઇ પૂરી કરી હતી. તેમના પૌત્ર ફૂર્બા તશેરિંગ જણાવ્યું કે તેમની મોત કાઠમાડુંના તેમના ઘરે જ થઇ હતી .

(11:26 am IST)