Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોના વાયરસને કારણે

રિયલ એસ્ટેટ-વાહન-રિટેલ ક્ષેત્ર મુશ્કેલીમાં

ભારતના જીડીપીમાં આ ક્ષેત્રનું ચોથા ભાગનું યોગદાન છેઃ ત્રણેય ક્ષેત્ર હાલક ડોલક

મુંબઇ તા. ર૩: કોવિડ-૧૯ મહામારી અને લોકડાઉનથી અર્થવ્યવસ્થાના ત્રણ મુખ્ય સેકટર-રિયલ એસ્ટેટ, વાહન અને રિટેલને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સેકટરોને છેલ્લા દાયકાઓમાં પહેલી વાર આ પ્રકારની સમસ્યાઓ સામે લડગવાનો વાહો આવ્યો છે. ભારતના જીડીપીમાં આ સેકટરોનું યોગદાન લગભગ એક ચતુર્થાંસ જેટલું છે. જીડીપીમાં યોગદાન બાબતે કૃષિ પછી બીજા નંબર પર આવતા રિટેલ વ્યવસાય ઘટીને નોર્મલ સ્થિતિના રપ ટકાથી પણ ઓછું થઇ ગયું છે.

રિટેલર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયા અને એનારોડ દ્વારા બહાર પડાયેલ એક રિપોર્ટ અનુસાર ઝડપી વધી રહેલા આધુનિક વેપારમાં બીઝનેસ ર૦ ટકાથી નીચે થઇ ગયો છે તો મુખ્ય આઉટલેટો સતત ૬૧ ટકા નુસાનનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રીતે લોકડાઉનથી રિટેલરોને અસર થઇ તો એપરેલ, રેસ્ટોરંટ અને પર્સનલ કેર પર સૌથી વધુ અસર થઇ અને તેમનું વેચાણ ૬પ ટકાથી પણ વધારે ઘટી ગયું. જો કે સ્થાનિક ગ્રોસરી અને મોટા ભાગની કરિયાણાની દુકાનો પર તેની અસર ઓછી થઇ છે.

જીડીપીનો ૭ ટકા હિસ્સો ધરાવતા વાહન ઉદ્યોગ તો ર૦૧૯ના મધ્યમથી જ પરેશાન હતો. એપ્રિલમાં તેનું વેચાણ ઘટીને શૂન્ય થઇ ગયું હતું. એપ્રિલ ઓગસ્ટ વચ્ચે યાત્રી વાહનોની ડીલવરી ઘટીને અડધી થઇ ગઇ જયારે દ્વિચક્રી વાહનોના વેચાણમાં ૪૯ ટકાનો ઘટાડો થયો હતો. મારૂતિ સુઝુકીના એકઝીકયુટીવ ડાયરેકટર શશાંક શ્રીવાસ્તવ અનુસાર, જો કે ઓગસ્ટના આંકડા ઉત્સાહજનક હતા પણ તે સંપૂર્ણ રીકવરી ન ગણી શકાય.

લાંબા સમયથી પ્રભાવિત રિયલ એસ્ટેટ સેકટર (જીડીપીમાં ૬ ટકાનું યોગદાન) પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. જૂનમાં રેસીડેન્શીયલ એકમોનું વેચાણ ૪૯ ટકા સુધી ઘટીને પ૮૦૦૦થી પણ ઓછું થઇ ગયું હતું. જે ર૦૧૬માં નોટબંધી પછી જ નહીં પણ છેલ્લા દાયકામાં સૌથી ઓછું રહ્યું હતું.

(11:45 am IST)