Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોના વેકસીન આવતા વર્ષે ભારતમાં આવશે પણ તે આપવાનો સૌથી મોટો પડકારઃ કારણો અનેક

૧૩૦ કરોડ લોકો સુધી રસી પહોંચાડવી કઇ રીતે ?

નવી દિલ્હી તા. ર૩ : કોરોનાની રસી આવતા વર્ષ સુધીમાં ભારતમાં આવી જવાની આશા છે. પણ સૌથી મોટો પડકાર રસીકરણ બાબતે છે વેકસીન સુરક્ષા માટે બનાવાયેલ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિની સભ્ય ગગનદીપ કાંગે ગઇકાલે કહ્યું કે દેના ૧.૩ અબજથી પણ વધુ લોકો સુધી રસીને સુરક્ષિત રીતે પહોંચાડવી બહુ મોટીઉપલબ્ધિ હશે કેમ કે અમારી પાસે બધા પ્રકારની સુવિધાઓ અને અનુભવની કમી છે.

વેલ્વોરની કિશ્ચીયન મેડીકલ કોલેજમાં માઇક્રોબાયોોલોજીની પ્રોફેસર કાંગે બ્લુમ્બર્ગ સાથે વાતચીતમાં કહ્યું કે આપણે બાળકો અને મહિલાઓને રસી મુકી છે પણ વયસ્કોના રસીકરણનો અત્યારે કોઇ અનુભવ નથી બુઝુર્ગોન રસીકરણ માટેની આપણી પાસે કોઇ આધારભૂત સંરચના નથી. અને સૌથી વધારે જોખમ બુઝુર્ગો પર હોવાથી તેમના પર જલ્દી કામ કરવું પડશે. બધી ઉમરના લોકો માટે અલગ અલગ ગોઠવણ કેવી રીતે કરવી, તે મોટો પડકાર બનશે.

ગગનદીપે જણાવ્યું કે હાલમાં દુનિયાભરમાં જે રસીઓનું પરિક્ષણ અંતિમ તબકકામાં ચાલી રહ્યું છે, તેમના સફળ થવાન ચાન્સ પ૦-પ૦ ટકા છે. આ વર્ષના અંત સુધીમાં અમને ડેટા મળી જશે કે કંઇ વેકસીન અસરદાર છે અને કઇ રસી કામ નથી કરતી. જો પરિણામો બહાર આવ્યા તો ર૦ર૧ ના પહેલા છ મહિનામાં આપણને રસી મળવાની શરૂ થઇ જશે. જો કે શરૂઆતમાં તેની સંખ્યા ઓછી હશે પણ બીજા છ મહિનામાં  મોટા પાયે રસી તૈયાર થવા લાગશે.

દરમ્યાન સરકારે રસીકરણની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દીધી છે. રસીકરણ કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકોને સર્તક કરી દેવાયા છ. ભારતીય કોલ્ડ ચેન ઓપરેટરો રસીની સરળ ડીલીવરી સુનિશ્ચીત કરવા માટે એક કુશળ લોજીસ્ટીક તૈયાર કરવામાં લાગી ગયા છે. આની સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં ઉપલબ્ધ બધી કોલ્ડ વેન અને વેર હાઉસોને  આમા સામેલ કરવામાં આવશે અને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ એક સાથે એક મોટા હિસ્સાને રસી ઉપલબ્ધ કરવાશે.

(11:46 am IST)