Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મુંબઈના જૈન દેરાસરમાં ૨૦ સાધુ સાધ્વીજીઓને કોરોના પોઝિટિવ આવતા ચિંતાની લાગણી

મુંબઈના મુલુન્ડ વેસ્ટ ખાતેના સર્વોદયનગરના એક જૈન દેરાસરમાં ૪૦ સાધુ અને સાધ્વીજીઓ ચોમાસુ કરવા પધાર્યા છે ત્યારે આ દેરાસરમાં ૨૦ ને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે. મુંબઈના ગુજરાતી અખબારમાં પ્રસિદ્ઘ થયેલા એક અહેવાલ મુજબ ૧૬ જૈન સાધ્વીજીઓ અને ૪ સાધુ ભગવંતોને કોરોના પોઝિટિવ આવેલ છે. બેની તબિયત બગડતા તેમને સૈફી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મુલુંડના હેલ્થ ઓફિસરે કહ્યું છે કે અન્ય સાધુ સાધ્વીજીઓને પણ ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. એક અહેવાલ મુજબ મુંબઈમાં મુલુંડમાં રોજના ૧૦૦થી વધુ કેસ થઇ રહ્યાં છે. અનેક સોસાયટીઓમાં ૨૦થી વધુ કેસો જોવા મળે છે અને સમગ્ર પરિવારો કોરોનાની લપેટમાં આવી ગયાનું પણ પ્રસિદ્ઘ થયું છે. છેલ્લા પંદર દિવસમાં મુલુંડમાં બારસો કેસ થયા છે જેમાંથી ૭૦ ટકાથી વધુ લોકો ઘરે રહીને ઇલાજ કરાવી રહ્યા છે.

(11:47 am IST)