Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

CHD કેમિકલ્સ લી. મોટા એકસ્પાન્શનના માર્ગે

ચંદીગઢ, તા.૨૩: BSE લિસ્ટેડ CHD કેમિકલ્સ લિ., (BSE કોડ ૫૩૯૮૦૦) કેમિકલ્સ અને ડાઈઝ મેન્યુફેકચરીંગ, ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની મોટા એકસ્પાન્શનની યોજના બનાવી રહી છે, જેના દ્વારા તે પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરશે.

આ કંપની ટેકસટાઇલ ઉદ્યોગ, લેધર અને પેપર ઇન્ડસ્ટ્રીઝ માટેના ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ અને ડાઈઝ તેમજ કન્સ્ટ્રકશન કેમિકલ્સમાં રોકાયેલી છે. કંપની વિવિધ પ્રોડકટ્સ ઓફર કરે છે, જેમાં ઓકઝીલરીઝૅં ડાયીંગ; ઇઝી કેર ફીનીશીંગ; ફીનીશીંગ; ફ્લેમ રીટાર્ડન્ટ; ઓકઝીલરીઝ ઓપ્ટિકલ બ્રાઈટનર; પીગમેન્ટ પ્રિન્ટિંગ; વોટર રેપેલેન્ટ; એસિડ ડાઈ; ડાયરેકટ ડાઈ; ડિજિટલ પ્રિન્ટિંગ માટે ઇન્ક; વેટ ડાઈ; એન્ટિફોમિંગ ડિટરજન્ટ અને બેઝીક કેમિકલ્સ નો સમાવેશ થાય છે.

કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે કંપનીને રૂ.૫૬ કરોડ નો એકસપોર્ટ ઓર્ડર મળ્યો છે. કંપની સાઉથ ઇસ્ટ એશિયાના રીઝનમાં પોતાનો બીઝનેસ વધારી કરી રહી છે અને તે જ હેતુ માટે કંપનીએ તે જ ક્ષેત્રના અગ્રણી ગ્રુપ સાથે એશોશીયેશન બનાવ્યું છે. આ ઓર્ડર કંપની માટે ગેમ ચેન્જર બની શકે છે. આ મોટા ઓર્ડરથી કંપનીને ગ્લોબલ માર્કેટમાં તેના ફૂટબેઝ સ્થાપિત કરવામાં મદદ મળશે અને ટર્નઓવર તેમજ પ્રોફિટેબીલીટી વધારવામાં મદદ મળશે.

(11:48 am IST)