Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ચેતજો... મેદસ્વીતાના કારણે કોરોનાનો ખતરો વધુ

હૃદય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કોરોના વધુ ઘાતક છે

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના સંક્રમણ હૃદય, ડાયાબીટીસ, બ્લડપ્રેસરથી દર્દીઓ તેમજ મેદસ્વીતાથી પીડિત લોકો માટે વધુ જીવલેણ છે. આ વાત અંગે ડોકટરે અગાઉથી જ ચેતવણી આપી હતી. હવે એમ્સના અધ્યયનમાં આ વાત સામે આવી છે કે મેદસ્વીતાથી પીડિત લોકોને કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો વધુ છે. એમ્સના ડોકટરોના તે અધ્યયન હાલમાં આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે.

એમ્સના મેડિસીન વિભાગના ડોકટરોએ ૧૭ જુનથી ત્રણ જુલાઇ વચ્ચે ૩૭૯ લોકો પર આ સર્વે કરવામાં આવ્યો છે. જેની અંદાજે ઉંમર ૩૫.૬ હતી. તેમાંથી ૨૫૬ પુરૂષ તેમજ ૧૩૨ મહિલાઓ હતી. આરટીપીસીઆર તપાસમાં ૨૫૩ લોકોનો રીપોર્ટ નેગેટીવ તેમજ ૧૨૬નો રિપોર્ટ પોઝીટીવ હતો.

બીએમઆઇ ૨૩ કિ.ગ્રા. પ્રતિ વર્ગ મીટરથી વધુ હોવા પર દરેક યુનિટ પર કોરોનાના સંક્રમણનો ખતરો ૧.૮ ગણુ વધી જાય છે. આ પ્રકારે જેટલી મેદસ્વીતા વધુ તેટલો સંક્રમણનો ખતરો વધી જાય છે.

એ પણ જોવા પણ મળ્યું છે કે મેદસ્વીતાથી પીડિત કોરોનાના દર્દીઓમાં વાયરલ લોડ વધુ હોય છે તેની અસર સારવાર પર પડે છે.

(12:47 pm IST)