Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અસંગઠિત ક્ષેત્રના ૪૦ કરોડ શ્રમિકોને મળશે સુરક્ષા

લોકસભામાં ત્રણ શ્રમ બિલ પસાર : આજે રાજ્યસભામાંથી પસાર કરાશે : શ્રમિકોને લાભ આપવાની સાથે વિદેશી રોકાણને પ્રોત્સાહનમાં મદદ મળશે

નવી દિલ્હી તા. ૨૩ : ગઈકાલે બહુપ્રતિક્ષિત નવા શ્રમ વિધેયકોને લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે. નવા શ્રમ કાયદાથી દેશના સંગઠિત તેમજ અસંગઠિત બન્ને પ્રકારના શ્રમિકોને અનેક પ્રકારની નવી સુવિધાઓ મળશે. દરેક શ્રમિકોને નિયુકત પત્ર આપવું ફરજીયાત હશે. પગારની ડિજિટલ ચુકવણી કરવી પડશે. વર્ષમાં એક વાર દરેક શ્રમિકોને હેલ્થ ચેકઅપ પણ જરૂરી કરી દેવા આવ્યું છે. બીજી બાજુ શ્રમિકો માટે કારોબાર સરળ બનાવા માટે પણ અનેક જોગવાઈ કરવામાં આવી છે. લોકસભાએ તેને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યો. આજે રાજયસભામાં પણ તેને મંજુરી આપવામાં આવશે.

લોકસભામાં કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવાએ વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય તેમજ કાર્ય સંહિતા, ઔધિયોગીક સંબંધ સંહિતા તેમજ સામાજિક સુરક્ષા સંહિતાને રજૂ કરાયો. તેઓએ કહ્યું કે ૭૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર શ્રમ કાયદામાં ફેરફાર કરવાં આવી રહ્યા છે.

આ નિયોકતા અને શ્રમિક બન્ને માટે ફાયદામંદ રહેશે. મજૂરી સંહિતા અગાઉથી જ નક્કી થઇ ગઈ હતી. આ ચાર સંહિતાઓમાં જુના ૨૯ કાયદાઓને એકીકૃત કરવામાં આવ્યા છે.

ફિકઝડ ટર્મ સ્ટાફને પણ સ્થાયી શ્રમિકોની જેમ દરેક સુવિધાઓ મળશે. ત્યાં સુધી કે એક વર્ષના કોન્ટ્રાકટ પાર કામ કરતા કર્મચારીને ગ્રેચ્યુઈટી જેવી સુવિધાઓ પણ મળશે. હાલમાં ઓછા માં ઓછા પાંચ વર્ષ કામ કરવા પર જ ગ્રેચ્યુઇટીનો લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના ૪૦ કરોડ શ્રમિકો માટે સામાજિક સુરક્ષા ફંડનું નિર્માણ હશે. દેશના દરેક જિલ્લામાં ઇએસઆઈસીની સુવિધા મળશે. સેલ્ફ એસેસમેન્ટ આધારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિક તેમના ઇલેકટ્રોનિક અરજી કરાવી શકશે. ઘરેથી કામ પર આવ્યા ગયા બાદ અકસ્માત થવા પર કર્મચારી વળતરનો હકદાર રહશે.

ઉદ્યમીઓએ યુનિટ ચલાવા માટે હવે ફકત એક અરજી કરાવવી પડશે. હાલમાં તેને છ પ્રકારની નોંધણી કરવાની હોય છે. શ્રમ સંબંધી સંહિતાઓના પાલન અંગે ફકત એક રીટર્ન દાખલ કરવું પડશે.

(12:48 pm IST)