Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મુંબઈમાં આભ ફાટ્યું: અનરાધાર ૧૧ ઇંચ : ચારેકોર ૩-૩ ફૂટ પાણી: ટ્રેન અને બસ વ્યવહાર ઠપ: ઓફિસોમાં રજા: બજારો બંધ: લોકોને ઘરમાં રહેવા તાકીદ: અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા: ૨૬ વર્ષનો રેકોર્ડ તૂટયો: રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના મૃત્યુઆંકમાં સતત બે દિવસથી ઘટાડો: આજે ૧૭ના જીવ ગયા: પાક નિષ્ફળ જતા સૌરાષ્ટ્રમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી: ચાર દિવસમાં બે ખેડૂતે જીવ દીધા: જામનગર કચ્છ અને ઉકાઈમાં ભૂકંપના હળવા આંચકા: મોડી રાત્રીથી સવાર સુધીમાં છ વખત ધરતી ધ્રુજી: કચ્છ સામખિયાળી પાસેથી લાખોનો દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું: અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જીલ્લામાં સવારથી વરસાદ: ઉનામાં બે કલાકમાં દોઢ ઇંચ પડ્યો: રાજકોટ જિલ્લામાં ધુપ છાવ: મુંબઈના જૈન દેરાસરમાં 20 સાધુ સાધ્વીજીઓને કોરોના પોઝિટિવ: મુલુંડમાં રોજના સો કોરોના પોઝિટિવ કેસ: અનેક સોસાયટીમાં ૨૦-૨૦ કેસ નોંધાયા

(1:00 pm IST)