Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સુશાંત સિંહ રાજપુત કેસ

CBI- ED-NCB બાદ હવે NIA તપાસમાં મુકાવાશે

નવી દિલ્હી : ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઇએની એન્ટ્રી થઇ શકે છે. આવું આટલા માટે કહેવાઇ રહ્યું છે કે સંબંધિત બાબતોની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એનઆઇએને મંજૂરી આપી દેવાઇ છે. સરકારના ઉચ્ચ અધિકારીઓએ આની પુષ્ટિ કરતા કહ્યું છે કે સુશાંત સિંહ રાજપુના મોત સાથે સંકળાયેલા કેસની એનઆઇએ દ્વારા તપાસનું એક મોટુ કારણ ડ્રગ્સ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એજન્સીની રચના મૂળ તો આંતકવાદ સાથે સંકળાયેલ કેસોની તપાસ માટે કરાય છે. જો આ કેસની તપાસ એનઆઇઓને સોંપાય તો સીબીઆઇ, ઇડી અને એનસીબી પછી એનઆઇએ આ કેસની તપાસમાં સામેલ થનાર ચોથી એજન્સી બનશે.

આ કેસના જાણકાર એક સરકારી અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે આ આદેશ સુંશાતસિંહ રાજપુત મોત કેસમાં ચાલી રહેલી તપાસનો વ્યાપ વધી શકે છે, જેમાં ડ્રગ્સ, મની લોન્ડ્રીંગ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ બહાર આવ્યા છે. એડીજી (કાયદો અને વ્યવસ્થા) જીપી સિંહે કહ્યું કેખાસ કરીને આતંકી મોડ્યુલ અને ડ્રગ ડીલરો વચ્ચે વધી રહેલા સંબધોને પ્રકાશમાં લાવવા માટે આ એક સારૂ પગલું છે. એનઆઇએ અધિકારી નાર્કો-આંતકવાદ ગુનાઓની અસરકારક તપાસ કરી શકે છે. તેનાથી રાજ્યના પોલીસ અધિકારી ઓની સત્તા પર કોઇ અસર નહીં પડે.

(2:53 pm IST)