Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

૧ લાખ કરોડના ખર્ચે બનશે દિલ્હી -મુંબઇ એકસપ્રેસ હાઇવે : હશે વિશ્વકક્ષાની સુવિધાઓ

કેન્દ્ર સરકારે યાત્રી સુવિધા કેન્દ્રો બનાવવા મંજુરી આપી

નવી દિલ્હી,તા. ૨૩: એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ બની રહેલ દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે પર વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવવા માટે નવા દિશા નિર્દેશો બહાર પાડી દીધા છે. દિલ્હી મુંબઇ એકસપ્રેસ-વે પર ૨૬૦ યાત્રી સુવિધા કેન્દ્રની જગ્યાઓની ઓળખ કરી લેવાઇ છે. આ મોડલને દેશના અન્ય પ્રસ્તાવિત ૨૩ નવા એકસપ્રેસ -વે પર પણ લાગુ કરવામાં આવશે.

ભારતીય રાષ્ટ્રીય નેશનલ હાઇવે ઓર્થોરીટીએ ૨૦ ઓગસ્ટે નેશનલ હાઇવે અને નવા એકસપ્રેસ-વે પર યાત્રી સુવિધા કેન્દ્ર બનાવવા અંગેના દિશા નિર્દેશો બહાર પાડી દીધા છે. એનએચઆઇએ એ કહ્યું કે એપ્રિલ ૧૯૯૮ની નીતિમાં રોડ યાત્રીઓની સંખ્યા અને આવકની સાચી માહિતી ન હોતી મળી શકતી. હાઇવે અને નવા એકસપ્રેસ-વેના કિનારે યાત્રી સુવિધા કેન્દ્રોના માધ્યમથી વ્યવસાયને વધારવા માટે તેમાં ફેરફારો કરાયા છે. એક અધિકારીએ જણાવ્યું કે હાઇવે અને એકસપ્રેસ વેના સુવિધા કેન્દ્રોના દિશા નિર્દેશો ક્ષેત્રફળના હિસાબે અલગ અલગ છે. તેમાં બે હેકટરથી ઓછું ક્ષેત્રફળ હોય તો ડેવલપર -ખાનગી કંપનીને ૧૫ વર્ષની લીઝ પર એનએચઆઇની જમીન આપવામાં આવશે. ડેવલપરે ઓથોરીટીને વાર્ષિક લીઝ ભાડે આપવાનું રહેશે. સુવિધા કેન્દ્ર પર નિર્માણ કાર્ય ઓથોરિટી દ્વારા થશે. ૧૫ વર્ષ પછી કેન્દ્ર ઓથોરિટીને પાછુ સોંપવું પડશે. પછી હરાજી દ્વારા તેની ફરીથી લીઝ પર અપાશે. બે હેકટરથી વધુ ક્ષેત્રફળ હોય તો આ મુદત ૩૦ વર્ષથી વધારે રહેશેે. અને કેન્દ્રનું નિર્માણ કાર્ય કંપનીએ કરાવવું પડશે. ઓથોરીટી સાથે કંપની ટોલમાં ભાગીદારી રોડ યાત્રીઓની સંખ્યા, આવક અને અન્ય સુવિધાઓના હિસાબે નકકી કરાશે.

. શું હશે સુવિધા કેન્દ્રોમાં :

આ સુવિધા કેન્દ્રો પર યાત્રીઓ અને દેશી -વિદેશી પર્યટકો માટે મોટલ, રેસ્ટોરા, કિયોસ્ક, મેડીકલ સ્ટોર, જનરલ સ્ટોર, કાર પાર્કિંગ, બેટરી ચાર્જર, શૌચાલય, એટીએમ, રિપેરીંગ શોપ, ફુડ કોર્નર, પિઝા હટ, જનરલ સુપર માર્કેટ, વાહન સર્વિસ સેન્ટર, મીકેનીકલ -ઇલેકટ્રીકલ રીપેરર, ટુરીસ્ટ માહિતી કેન્દ્ર વગેરે ઉપલબ્ધ હશે. આ સુવિધા કેન્દ્રોથી ૨૦ લાખ યુવાઓને પ્રત્યક્ષ -પરોક્ષ રોજગાર મળશે.

(2:53 pm IST)