Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ફેકચર માટે આવી નવી ટેકનોલોજી

IIT મદ્રાસના સંશોધકોએ કર્યો સસલા ઉપર સફળ પ્રયોગ : હાડકા સાંધવા માટે મિશ્રધાતુ રામબાણ

નવી દિલ્હી : IIT મદ્રાસના સંશોધકોએ હાડકાં તૂટ્યા બાદ ફ્રેકચર માટે પ્લાસ્ટર માટે એક નવી ટેકિનક શોધી છે સંશોધકોએ ખાસ સસલાના ઇલાજને લઈને આ સંશોધન કરવામાં આવ્યું સસલા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો મોટાભાગે સફળ રહ્યું હતું ફ્રેકચર માટે નેનો કોટેડ મેગ્નેશિયમ મિશ્રધાતુના વિકાસ માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું, સંશોધક ટીમનું કહેવું છે કે સસલાની જેમ જ માનવ શરીર ઉપર પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તેમ છે અને સારા પરિણામ મળી શકે તેમ છે. જેના કારણમાં સંશોધક ટીમે વધુમાં જણવ્યું કે શરીરમાં પ્રચુર માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે અને આ તત્વ જ હાડકાને સજા કરવામાં ખુબ મદદ કરે છે શોધકર્તા ટીમે એ વાત પણ નોંધી કે મિશ્રધાતુ સાથે હાડકા બને છે અને વૃધ્ધિ પામે છે આથી સસલા ઉપર થયેલી શોધના આધારે સંશોધકોએ એવું કહ્યું કે મિશ્રધાતુ પશુઓના અને માણસના હાડકા જોડવા માટે ઉપયોગી છે અને આ બાબતે વધુ સંશોધન મેડિકલ એપ્લિકેશન અને કિલનિકલ ટ્રાયલ માટે અત્યારે અભ્યાસ ચાલુ છે. મિશ્રધાતુ ઓર્થોપેડિક એપ્લિકેશનના સારા વિકલ્પ તરીકે જણાવવામાં આવે છે.

શું છે પ્રક્રિયા?

પ્રો. ડોબ્લે એ જણાવ્યું હતું કે હવે મેગ્નેશિયમ એક વિકલ્પના સ્વરૂપે જોવાઈ રહ્યું છે જેનો ગુણધર્મ લગભગ હાડકાની સમાન જ છે આ ખાસ પ્રક્રિયામાં હાડકા સુધી વિકાસ પહોંચે તે માટે પોલીકારપોલેકટોનથી એક કોટિંગ કરવામાં આવે છે જે ધીરે ધીરે ડીગ્રેડીંગ કરવા માટે મદદ કરશે જેના લીધે હાઇડ્રોકસીએપેટાઇટથી મિશ્રિત કરવામાં આવ્યું આ સંપૂર્ણ પ્રક્રિયાના અંતે તે હાડકા સમાન થયું જે હાડકા સાથે મળીને હાડકામાં મળી જાય છે.

(2:54 pm IST)