Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વેકિસન કામ કરશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી

WHOએ કોરોના રસીને લઈ આપ્યો મોટો ઝટકો

ન્યુયોર્ક, તા.૨૩: કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે દુનિયાભરના લોકો કોરોના રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આ વચ્ચે વેકિસનને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેને એક ઝટકો આપ્યો છે. WHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ ૧૯ માટે જે વેકિસન પર કામ ચાલી રહ્યું છે, તેની કોઈ ગેરંટી લઈ શકાતી નથી કે તે કામ કરશે કે નહીં.

WHOના ચીફે એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, અમે તેની કોઈ ગેરંટી નથી આપી શકતાં કે દુનિયાભરમાં જે વેકિસન વિકસિત કરવામાં આવી રહી છે, તે વાસ્તવમાં કામ કરશે. અમે અનેક વેકિસન કેન્ડિડેટ્સને ટેસ્ટ કરીએ છીએ. વધારે આશા એ છે કે, આપણને એક સુરક્ષિત અને પ્રભાવશાળી વેકિસન મળી જશે. આગળ તેઓએ કહ્યું કે, અત્યારે લગભગ ૨૦૦ વેકિસન કિલનિકલ અને પ્રી કિલનિકલ ટેસ્ટિંગમાં છે. વેકિસન નિર્માણનો ઈતિહાસ આપણને જણાવે છે કે અમુક વેકિસન સફળ રહે છે તો અમુક નિષ્ફળ પણ રહે છે.

જણાવી દઈએ, WHOએ ગ્લોબલ વેકિસન એલાયન્સ ગ્રૃપ, GAVI અને એપિડેમિકસ પ્રીપેયર્ડનેસ ઈનોવેશન્સ માટે ગઠબંધન (CEPI)ની સાથે મળીને એક મિકેનિઝમ તૈયાર કર્યું છે. જેથી ભવિષ્યમાં જરૂરિયાતમંદ દેશોને સમાન રીતે વેકિસન ઉપલબ્ધ કરાવી શકાય. WHOએ પોતાની આ યોજનાને કોવૈકસ નામ આપ્યું છે. WHO ચીફે કહ્યું કે, કોવેકસ મારફતે સરકાર ન ફકત પોતાના વેકિસન ડેવલપમેન્ટનો પ્રચાર કરી શકશે, પણ તે દેશમાં લોકોને એક પ્રભાવશાળી વેકિસન પણ મળી શકશે.

આગળ તેઓએ કહ્યું કે, કોવિડ ૧૯નો ઈલાજ શોધવાની રેસ એક સહયોગ છે, ના કે પ્રતિયોગિતા. કોવેકસની સુવિધા મહામારીને કંટ્રોલ કરવામાં મદદ કરશે. જીવ બચાવશે અને ઈકોનોમિક રિકવરીને સુધારવા માટેના પ્રયાસ કરશે. આ કોઈ ચેરિટી નથી. આ દરેક દેશના હિતમાં છે. આપણે ડૂબીએ છીએ કે પછી એકસાથે તરી જઈએ છીએ.

(3:30 pm IST)