Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

TDSમાં મળી રહી છે ૨૫ ટકાની છુટ : તમારી આવક પર થશે અસર

નોકરીયાત વર્ગ માટે મોટા સમાચાર

મુંબઇ,તા.૨૩ : સંસદેટેકસેશન અને અન્ય કાયદા (કેટલીક જોગવાઇઓમાં રાહત અને સંશોધન) વિધેયક, ૨૦૨૦ ને મંજૂરí(Taxation and Other Laws (Relaxation and Amendment of Certain Provisions) Bill, 2020) આપી દીધી છે. સાથે જ આગામી વર્ષ સુધી ટીડીએસ  માટે ૨૫ ટકા છૂટ આપવામાં આવી રહી છે, જે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી જારી રહેશે.

વ્ઝ્રલ્માં આપવામાં આવેલી ૨૫ છૂટ તમામ પ્રકારની પેમેન્ટ્સ પર લાગુ થશે. તેમાં કમીશન, બ્રોકરેજ અથવા કોઇ અન્ય પ્રકારની પેમેન્ટ સામેલ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે તેનાથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની લિકિવડીટી લોકોના હાથોમાં રહેશે. સાથે જ જે લોકોને ઇનકમ ટેકસ રિફંડ હજુ સુધી નથી મળ્યુ, તેમને જલ્દી જ ચુકવી દેવામાં આવશે. જણાવી દઇએ કે TDS વિભિન્ન પ્રકારની આવકના સ્ત્રોત પર કાપવામાં આવે છે, જેમાં સેલરી, રોકાણ પર મળેલુ વ્યાજ અથવા કમિશન સામેલ છે. TDS શરૂ કરવાનો હેતુ આવકના સ્ત્રોત પર જ ટેકસ કાપી લેવાનો હતો.કોઇ વ્યકિતને ટેકસ કાપીને બાકીની રકમ આપી દેવામાં આવે તો ટેકસ રૂપે કાપવામાં આવેલી રકમને TDS કહે છે. સરકાર લોકોની આવકના સ્ત્રોત પર કાપવામાં આવેલા વ્ઝ્રલ્ દ્વારા ટેકસ એકત્રિત કરે છે. જણાવી દઇએ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યુ તો તેનાથી થતી આવક પર કોઇ TDS નહી ચુકવવુ પડે. સાથે જ જો તમે અપ્રવાસી ભારતીય (NRI) હોવ તો આ ફંડથી થયેલી આવક પર તમારે TDS ચુકવવુ પડશે. TDS ભરવાની જવાબદારી પેમેન્ટ કરનાર વ્યકિત અથવા સંસ્થાની હશે. તેના માટે કાપવામાં આવેલુ TDS સરકારના ખાતામાં જમા કરવુ જરૂરી છે.

TDS કાપનારને સર્ટિફિકેટ જારી કરીને જણાવવુ જરૂરી હોય છે કે તેણે કેટલો ટેકસ કાપીને સરકારને જમા કર્યો. પેમેન્ટ મેળવનાર વ્યકિત પોતાના ચુકવવામાં આવેલા ટેકસનો TDS કલેમ કરી શકાય છે. જો કે, આ કલેમ તે નાણાકીય વર્ષમાં કરવાનો હોય છે. જો એક નાણાકીય વર્ષમાં કોઇ વ્યકિતની આવક ઇનકમ ટેકસ છૂટની મર્યાદા અંતર્ગત હોય તો તે એમ્પ્લોયરને ફોર્મ 15 G અથવા ફોર્મ- 15 H ભરીને TDS કાપવાનું ન કહી શકે. જણાવી દઇએ કે ઇનકમ ટેકસ એકટની ધારા-૧૯૨ અંતર્ગત સેલરી મેળવનરા લોકો પાસેથી સરકાર દર વર્ષે TDS તરીકે ટેકસ વસૂલે છે.ટેકસ કાયદા અનુસાર, સેલરી ઇનકમ પર TDSનો દર કર્મચારીના ઇનકમ ટેકસ સ્લેબ પર નિર્ભર કરે છે. સંસ્થા ઇનકમ ટેકસના સરેરાશ દર પર ટેકસ ચુકવણીને કેલ્કયુલેટ કરે છે. કુલ ટેકસ ચુકવણીને કર્મચારીની કુલ ઇનકમથી ભાગાકાર કરીને સરેરાશ દર કાઢી શકાય છે. સેલરીથી ટેકસ કાપવા માટે કર્મચારીનો ચુકવવાપાત્ર કુલ ટેકસની ગણતરી કરવામાં આવે છે. તેના માટે તેની તરફથી ટેકસ સેવિંગ સ્કીમમાં કરવામાં આવેલા રોકાણને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કર્મચારીની સેલરી અને ટેકસ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટના આધાર પર તેની ગણતરી નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કરી લેવામાં આવે છે.

કોઇ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઇ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં નોકરી જોઇન કરી શકે છે. તેવામાં તેણે એક નાણાકીય વર્ષની અંદર બે અલગ સંસ્થાઓમાંથી સેલરી મળશે. હવે TDS કાપવા માટે એક નવી સંસ્થા પર ઇનકમ ટેકસના સરેરાશ દરને ગણતરી કરવાની જબાબદારી હશે. પરિણામે કર્મચારીને નવી કંપનીમાં ફોર્મ-૧૨બી જમા કરવાનું રહેશે. આ ફોર્મમાં ગત કંપનીથી મળતી સેલરીની વિગતો હશે. તેનાથી તે પણ જાણી શકાશે કે પાછલી કંપનીએ કેટલુ TDS કાપ્યુ છે. નવી કંપની આ ફોર્મના આધારે જ બાકી નાણાકીય વર્ષના TDS કેલ્કયુલેટ કરશે.

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે લોકોની આર્થિક ફટકો પડ્યો છે. તેને ધ્યાનમાં લેતા સરકારે લોકોને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી TDS કપાતમાં ૨૫ ટકાનો દ્યટાડો કરી દીધો છે. ઉદાહરણ તરીકે જો તમારો અત્યાર સુધી ૧૦ ટકા TDS કપાતો હતો તો હવે આવકના સ્ત્રોત પર ફકત ૭.૫ ટકા ટેકસ જ કપાશે એટલે કે હવે તમારી ટેક હોમ સેલરીમાં આ ૨.૫ ટકાનો વધારો થશે. સરકારે અધ્યાદેશ લાવીને આ વ્યવસ્થા ૧૩મેથી લાગુ કરી દીધી હતી, જેના માટે સંસદમાં સંશોધન વિધેયક રજૂ કર્યુ હતુ, જેણે બંને સંસદોની મંજૂરી મળી ગઇ છે. આ સાથે જ સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને ૩૦ નવેમ્બર ૨૦૨૦ કરી દીધી છે

(3:33 pm IST)