Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હવે ટેક્ષચોરોનું આવી બનશેઃ કોરોના પ્રતિબંધ હટતા જ IT વિભાગે આળસ ખંખેરી

નોટબંધી વખતના કારસ્તાન પકડવા IT વિભાગ મેદાને : ૧ મહિનામાં અનેક નોટિસો મોકલીઃ હજુ પણ મોકલશે

નવી દિલ્હી તા. ર૩: કોરોના કાળમાં લાગેલા પ્રતિબંધો હટયા બાદ આયકર વિભાગે આળસ ખંખેરી છે. વિભાગ ફરી જોવા લાગ્યું છે કે કોણ કોણ ટેક્ષ ચોરી કરે છે કે પછી કોણ આયકર વિભાગને મામા બનાવે છે છેલ્લા ૧ મહિનામાં ઘણા લોકોને આયકર વિભાગે નોટીસો પાઠવી છે જેમણે નોટબંધી વખતે મોટા પ્રમાણમાં પોતાના ખાતામાં રોકડા પૈસા ભર્યા હતાં.

સીબીડીટીએ કોરોના દરમ્યાન લોકોને સમન્સ મોકલવા પર જે પ્રતિબંધ મૂકયો હતો તે હટાવી લીધો છે. હવે ઘણા લોકોને નોટીસ મળે તેવી શકયતા છે વિભાગ કલમ ૧૪૮ હેઠળ પાછલા ૬ વર્ષના ડેટાને જોઇ નોટીસ જારી કરી રહ્યું છે.

(3:34 pm IST)