Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રિયાએ કહ્યું - હું નિર્દોષ છું, વિચ હંટનો શિકાર થઇ છું : સુશાંત ડ્રગ્સ લેતો હતો તેના માટે કયારેક ખરીદતી હતી

મુંબઇમાં ભારે વરસાદને કારણે સુનાવણી સ્થગિત કરાઇ

મુંબઇઃ બોલીવૂડ ડ્રગ્સ કનેકેશન કેસમાં પકડાયેલી રિયા ચક્રવર્તીએ કબૂલ્યું કે સુશાંત સિંહ રાજપુત ડ્રગ્સ લેતો હતો. વળી તેના માટે તે ક્યારેક થોડી માત્રામાં ડ્રગ્સ ખરીદતી પણ હતી. રિયા અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી. પણ મુંબઇમાં ભારે વરસાદને કારણે સુનાવણી ગુરુવાર સુધી સ્થગિત કરાઇ છે.

 સુશાંત સિંહ મોત કેસના ડ્રગ્સ એન્ગલના મામલે મુંબઇ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જામીન અરજીમાં રિયા (Rhea)એ કહ્યું કે સુશાંત સિંહ રાજપુત કેફી દ્રવ્ય ખાસ કરીને ગાંજાનું સેવન કરતો હતો. આ ડ્રગ્સ તેની સાથેના સંબંધ પહેલાંથી જ સુશાંત લેતો હતો. આના માટે તે ક્યારેક ક્યારેક થોડી માત્રામાં ડ્રગ્સ ખરીદતી હતી. તેના માટે ઘણી વખતે તેણે પૈસા પણ ચુકવ્યા છે. પરંતુ તે પોતે કોઇ ડ્રગ્સ ગ્રુપનું સભ્ય નથી.

રિયાએ કહ્યું કે તે નિર્દોષ છે. તે વિચ હંટ- શકમંદ વ્યકિતનું તપાસ અભિયાન)નો શિકાર થઇ છે. રિયાએ વકીલ મારફત ગઇ કાલે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તે માત્ર 28 વર્ષની છે. આ ઉંમરે NCBની તપાસ ઉપરાંત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની ત્રણ તપાસ અને સાથે મીડિયા ટ્રાયલનો પણ સામનો કરી રહી છે.

 

રિયા ચક્રવર્તીએ મુંબઇ પોલીસ, સીબીઆઇ અને ઇડીની તપાસનો હવાલો આપી જામીન અરજીમાં જણાવ્યું કે આ બધાથી તેના માનસિક સ્વાસ્થય પર ખરાબ અસર થઇ રહી છે. ઉપરાંત ન્યાયિક કસ્ટડીની મુદ્દત વધારાતા તેની માનસિક સ્થિતિ વધુ બગડી જશે. મુંબઇ હાઇકોર્ટના સિંગલ જજ સારંગ કોતવાલ સમક્ષ વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી રિયાની જામીન અરજી પર સુનાવણી થવાની હતી.

વકીલ માનશિંદેએ રિયા વતી અરજીમાં જણાવ્યું કે સીબીઆઇ અને ઇડી તેની સામે પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. એનસીબીને પણ તેને અને તેના પરિવારને ફસાવવા માટે લાવવામાં આવ્યું છે. રિયા પર એનસીબીએ અનેક આરોપો ઘડ્યા છે. જ્માં કેફી દૃવ્યોની ગેરકાયદે તસ્કરીમાં ફન્ડિંગ કરવાનાનો પણ સમાવેશ થાય છે.

રિયાના વકીલ માનશિંદેએ જણાવ્યું કે નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાંસ (NDPS) એક્ટની કલમ 27 A હેઠળ તેમની અસીલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમ હેઠળ આરોપીને જામીન મળી શકતી નથી. પરંતુ રિયાને આ કાયદા હેઠળ ફસાવવામાં આવ્યો છે. કારણ કે તેની પાસેથી કોઇ ડ્રગ્સ જપ્ત કરાઇ નથી. એટલું જ નહીં એનસીબીને તમામ આરોપીઓ પાસેથી માત્ર 59 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે. તેથી જામીન પર રોકનો નિયમ લાગુ થતો નથી.

(8:58 pm IST)