Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ડ્રગ્સ ક્નેક્શનથી બૉલીવુડ ધણધણ્યું :દીપિકા,સારા, શ્રદ્ધા અને રકુલને એનસીબીની નોટિસ

દીપિકા પાદુકોણને 25મી સપ્ટેમ્બરે અને શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને 26મીએ પૂછપરછ માટે બોલાવાયા

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સાથે ડ્રગ્સ કનેક્શનમાં બોલીવુડના અનેક મોટા નામ બહાર આવ્યા છે,જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે નોટિસ મોકલી છે. આવનારા ત્રણ દિવસમાં બધાને પૂછપરછનો સામને કરવો પડશે. દીપિકા પાદુકોણને 25મી સપ્ટેમ્બરે NCBએ બોલાવ્યો છે. જ્યારે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને 26મીએ પૂછપરછ માટે બોલાવ્યો છે.

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશની NCBએ મંગળવારે પૂછપરછ કરી હતી. જાણકારી મુજબ તપાસકર્તાઓને કરિશ્માના ફોન પર વ્હોટ્સઅપ મેસેજ મળ્યા છે, જેમાં કોઇ “D” અને “K” વચ્ચે ડ્રગ્સની સગવડ અંગે વાતચીત છે.

મળતી માહિતી મુજબ દીપિકા હાલ ગોવામાં છે. તેની જેની સાથે ચેટ થઇ રહી હતી કરિશ્મા તે પણ કોઇ શૂટિંગ માટે ગોવામાં છે. કરિશ્માને પણ NCBએ પૂછપરછ માટે બોલાવી છે. પરંતું તેણે જેણે બીમારીનું બહાનું બનાવ્યું જે પછી પણ કરિશ્માને પણ નોટિસ મોકલ્યો છે.

 

 સારા અલી ખાન પણ તેની માં અમૃતા સિંહ સાથે ગોવાના ઘર પર છે. સારાનું સૌથી પહેલું નામ રિયા ચક્રવર્તીએ લીધુ હતું.નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની 9 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. રિયા પર આરોપ છે કે તે તેના બોયફ્રેન્ડ સુશાંત માટે ડ્રગ્સની સગવડ કરતી હતી. સુશાંત કેસમાં મોટા પાયે ડ્રગ્સ કનેક્શનનો ખુલાસો કરનારી નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીથી પૂછપરછમાં કેટલાક મહત્વપૂર્ણ રાજ ખોલ્યા છે. મળતી માહિતી મુજબ પોતાના નિવેદનમાં રિયાએ બોલિવુડના કેટલાક નામ જણાવ્યા છે.

(9:00 pm IST)